આડેસર ની ગ્રામ પંચાયત ના કામ ટલ્લે ચઢાવી દેવામાં આવ્યા

 આડેસર ની ગ્રામ પંચાયત ના કામ ટલ્લે ચઢાવી દેવામાં આવ્યા 

આડેસર તા.રાપર વાગડ વિસ્તારના પ્રવેશદ્વાર રાપર તાલુકાના આડેસર ગામે છેલ્લા ચાર વર્ષ પણ વધુ સમય થી જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બનાવવામાં આવેલ ગ્રામ હાટનું કામ ભચાઉ સ્થિતિ જિલ્લા પંચાયત ની બાંધકામ શાખા તથા રાપર  પંચાયત ની બાંધકામ શાખા દ્વારા બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું તદુપરાંત વાસ્મો દ્વારા પાણી નો ટાંકો એક વર્ષ થી બનાવી દેવામાં આવ્યો છે 

જેમાં પણ અનેક અધુરાશ જોવા મળે છે પાઇપ લાઇન ફીટ નથી થઈ કે નથી મજબૂતાઈ થી કામ કરવા મા આવ્યું જ્યારે આ કામ ગત બોડી દ્વારા શરૂ કરવામાં આવ્યા હતાં જેમાં આડેસર ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઇ હતી જેમાં જે તે સમયના સરપંચ ની હાર થઈ હતી અને નવા મહિલા સરપંચે પદ ગ્રહણ કર્યું છે ત્યારે આડેસર ગ્રામ પંચાયત ની હદ મા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા ચાલતા વિવિધ વિકાસલક્ષી કામો બંધ કરી દેવામાં આવ્યા છે અન્યથા ભૂતપૂર્વ સરપંચ દ્વારા પોતાના પત્ની કે જે જિલ્લા પંચાયત ના ચેરમેન છે અને અન્ય વિસ્તારના ધારાસભ્ય ની ભલામણ થી આ કામો અટકાવી દીધા છે

 આ અંગે અવારનવાર જિલ્લા પંચાયત ભચાઉ ના નાયબ કાર્યપાલક ઇજનેર અને  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મા સમક્ષ રજુઆતો કરવા છતા કામગીરી શરુ કરવામાં આવતી નથી કે નથી કોઇ પ્રતિ ઉતર મળતો નથી જેથી આડેસર ગ્રામ પંચાયત ના વિસ્તારોમાં ચાલતા વિકાસ ના અધુરાશ ભર્યા કામો મા  પૂર્વ સરપંચ અને એજન્સી અને  બાંધકામ શાખા ના અધિકારી  દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આડેસર ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાલતા કામો જો એક સપ્તાહ શરૂ કરવામાં નહી આવે કે અન્ય કોઈ યોગ્ય નિકાલ ન આવે તો આડેસર ગ્રામ પંચાયત કોર્ટ દ્વારા તપાસ કરવા માટે ની ચિમકી સરપંચ શ્રીમતી ગાયત્રી કુંવરબા અજયપાલસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી છે માટે તાત્કાલિક 

રાપર તાલુકા ના આડેસર ગ્રામ પંચાયત ના અધુરાશ ભર્યા કામો શરૂ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગણી કરવામાં આવી છે વધુ મા જણાવ્યા અનુસાર આડેસર ખાતે વાસ્મો દ્વારા છેલ્લા બે વર્ષથી પાણી નો ટાંકો બનાવવા મા આવ્યો છે પરંતુ આ ટાંકા દ્વારા પાણી વિતરણ કરવા માટે ની પાઇપ લાઇન માજી સરપંચ ના ઘરે પડેલી છે એટલે આ પાઈપ લાઈન ફીટ કરી પાણી નો ટાંકો તાત્કાલિક શરૂ કરવા માટે ની માંગણી કરવામાં આવી હતી








0/Post a Comment/Comments

Stay Conneted

Domain