બાલાસર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ઝડપી પાડયો
રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ડી.એલ.ખાચર તથા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા તે દરમિયાન બાલાસર પોલીસ મથક ના કાન્તીસિંહ રાજપુત હેડ કોન્સ્ટેબલ ને મળેલી પૂર્વ બાતમીના આધારે ડોરાથાણા મૌઆણા વિસ્તારમાં બાતમી વાળી હુન્ડાઇ કંપનીની વરના ગાડી જેના રજી નં. MH.02.AY.6322 વાળીનો પીછો કર્યો હતો ત્યારે આરોપી ચાલક આરોપી બાલાસર પોલીસ મથક હેઠળના ડોરાથાણા નજીક ગાડી મુકી પલાયન થઈ ગયો હતો ગાડી ની તપાસ કરતા હુન્ડાઇ કંપનીની વરના ગાડી જેના રજી નં. MH.02.AY.6322 વાળી ગાડીમા થી ભારતીય બનાવટના વિદેશી દારૂના કવાટરીયા નંગ-૯૧૨ જેની કિ.રૂ.૯૧,૨૦૦ તથા બીયરના ટીન નંગ-૨૮૮ જેની કિ.રૂ.૨૮,૮૦૦/- એમ કુલ્લે રૂપીયા ૧,૨૦,૦૦૦/- નો પ્રોહીનો જથ્થો ગે.કા.રીતે ભરી વરના ગાડી જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- એમ કુલ્લે રૂપીયા ૨,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ રાખી હેરાફેરી કરી નાશી જઇ ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર ડી એલ ખાચર ચલાવી રહ્યા છે
Post a Comment