જૂનાગઢ પોલીસે દોઢ તોલાનો ખોવાયેલો સોનાનો ચેન સીસીટીવીની મદદથી કલાકોમાં શોધી કાઢ્યો

જૂનાગઢ પોલીસે દોઢ તોલાનો ખોવાયેલો સોનાનો ચેન સીસીટીવીની મદદથી કલાકોમાં શોધી કાઢ્યો

જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ગુનેગારો પકડવાની સાથે સાથે આમ જનતાને પણ સુવિધા મળી રહે તેવા હેતુથી જૂનાગઢ પોલીસ દ્વારા કીમતી ચીજ વસ્તુઓ ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવે છે. જૂનાગઢના જ્યોતિષકુમાર ગુલાબદાસ નિમાવત પોતાના પરિવાર સાથે ભવનાથ ફરવા ગયા હતા ત્યારે જ્યોતિષભાઇની પત્નીનો સોનાનો ચેન કિંમત રૂ. 60,000 નો રસ્તામાં પડી ગયો હતો.

જે સોનાનો ચેન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય જેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ & કંટ્રોલ સેન્ટરના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જ્યોતિષભાઇ નિમાવત જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભવનાથ મંદીર પાસે તેઓનો સોનાનો ચેન પડતો હોય તેવું સીસીટીવી માં સ્પષ્ટ દેખાય આવ્યું હતું અને તુરંત જ 1 અજાણ્યા ફોરવ્હીલ ચાલકે તે સોનાનો ચેન ઉઠાવી લીધો હતો. જે આધારે આ ફોરવ્હીલ ચાલકનો વાહન શોધી

નેત્રમ શાખા દ્વારા ફોરવ્હીલ ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા સોનાનો ચેન તેમની પાસે હોવાનું જણાવાયું હતું ત્યારે પોલીસ દ્રારા ફોરવ્હીલ ચાલકને ઠપકો આપવામાં આવ્યો હતો. જ્યોતિષકુમાર નિમાવતનો દોઢ તોલા સોનાનો ચેન કિંમત રૂ. 60, હજારનો રિકવર કરી સહિ સલામત મુળ માલીક જ્યોતિષ કુમાર ને પરત અપાવેલ રસ્તાપર ખોવાયેલ સોનાના ચેન ને પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક કાર્યવાહીથી જ્યોતિષકુમાર નિમાવત પ્રભાવિત થયા હતા અને નેત્રમ શાખા પોલીસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain