ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૨૦૭૬ જેની કી.રૂ ૭,૬૮,૯૦૦/-નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પ્રાઇવેટ વાહનથી ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હરી ભારા બાલાસરા(આહીર) રહે નાની ચિરઈ તા.ભચાઉ વાળાએ ગોકુળગામથી ઉત્તર બાજુ લાલમોરા સીમ વિસ્તારમાં આવેલ પોતાના માલીકીના ખેત૨માં જમીનમાં અંડર ગ્રાઉન્ડ ટાંકો બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેચાણ અર્થે સંતાડી રાખેલ છે.જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઈ તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
મુદ્દામાલઃ (૧) મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૧૬૯૨ કિ.રૂ.૬૩૪૫૦૦/- (૨) ઓલસીઝન ગોલ્ડન કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૩૮૪ કિ.રૂ.૧૩૪૪૦૦/- કુલ કિ.રૂ: ૭,૬૮,૯૦૦/-
હાજર ન મળી આવેલ આરોપી :-(૧) હરી ભારા બાલાસરા(આહીર) રહે.નાની ચિરઈ તા.ભચાઉ (૨) તપાસમાં નીકળે તે
આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Post a Comment