ભુજના હાઈલેન્ડ રીસોર્ટમાં યુવતી પર બળાત્કાર

 ભુજના હાઈલેન્ડ રીસોર્ટમાં યુવતી પર બળાત્કાર

ભુજના હાઈલેન્ડ રીસોર્ટમાં અમદાવાદની યુવતી પર બળાત્કાર: યુવકે ફાંસો ખાધો

ભુજની ભાગોળે સેડાતા પાસે આવેલા રીસોર્ટમાં અમદાવાદની ૨૨ વર્ષિય યુવતી ૫૨ આહીર યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ બનતાં ભારે ચકચાર મચી ગઈ છે બીજી તરફ, જેના ૫૨ આરોપ થયો તે યુવકે દેશલ૫૨ નલિયા રોડ પર એસ્સાર પેટ્રોલ પંપ નજીક સવારે સાત વાગ્યાના અરસામા બાવળની ઝાડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે

દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી મોડી રાત્રે જાતે જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી યુવતીએ રાત્રે સાડા નવના અરસામાં સેડાતાની સીમમાં હાઈલેન્ડ રીસોર્ટમાં દિલીપ આહીર નામના યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. વાસ્તાર યુવતીએ પહેલાં તેની સાથે કબરાઉથી ભુજ વચ્ચે આવેલાં ફાર્મ હાઉસમાં દુષ્કર્મ થયું હોવાનું જણાવેલું. જેના પગલે પધ્ધર પોલીસ તપાસ માટે રાત્રે દોડી ગઈ હતી. બાદમાં દુષ્કર્મની જગ્યા સેડાતાનો હાઈલેન્ડ રીસોર્ટ હોવાનું ખૂલતાં માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન, જેના ૫૨ દુષ્કર્મનો આરોપ થયો છે તે માધાપરના યુવકે સવારે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું છે. માનકૂવા પોલીસ ઈન્સ્પેક્ટર ડી. આર. ચૌધરીએ જણાવ્યું કે યુવતીનું વિસ્તૃત નિવેદન નોંધી ફરિયાદ દાખલ કરી આગળની તપાસ ચાલુ કરી ફરિયાદ દાખલ થયાં બાદ સત્તાવાર વિગતો સામે આવશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain