કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

21મી જૂન ના દિવસે શાળાના પ્રિન્સિપાલ શ્રી પુનિત મિશ્ર સાહેબના માર્ગદર્શન હેઠળ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં શાળાના વિધાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે યોગા થેરાપિસ્ટ શ્રીમતી સ્નેહા પુષ્કરના હાજર રહીને બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો.

આ યોગ દિવસે શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દિલીપ પટેલ સાહેબે સંપૂર્ણ સંચાલન કર્યું હતું. તેમણે બાળકોને અવનવા આસનો જેવા કે તાડાસન, પદ્માસન, વજ્રાસન, ભુજંગાસન જેવા આસનો કરીને કરીને તેમના કાયદા પણ જણાવ્યા હતા. તેમણે ઉપયોગી થાય તેવા પ્રાણાયામ પણ શીખવાડ્યા હતા જેવા કે, અનુલોમ વિલોમ, કપાલ ભારતી અને ભ્રામરી વિગેરે પ્રાણાયામ કરીને તેના ફાયદા બતાવ્યા હતા.કાર્યક્રમ ના અંતમાં શાળાના આચાર્યશ્રીએ બાળકો અને શિક્ષકોને જીવનમાં યોગને મહત્વ આપીને જીવનભર નિરોગી રહેવા આહવાન કર્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain