રામબાગ હોસ્પિટલમાં રઝળતી લાશ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ટકોર

 રામબાગ હોસ્પિટલમાં રઝળતી લાશ મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ટકોર

આદિપુર ખાતે આવેલી રામબાગ હોસ્પિટલમાં માનવીય સંવેદનાને નેવે મૂકીને લાશ રઝળતી હોવાનું ધ્યાને આવતા કંડલાની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ટકોર કરી હતી, જેને પગલે તાત્કાલિક મૃતદેહનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલને અદ્યતન બનાવવાની દશામાં પહેલ કરવામાં આવી રહી છે. 

તાજેતરમાં નવી બિલ્ડિંગ બનાવી ઓપીડી શરૂ કરાઈ હતી, પરંતુ બિનવારશુ લાશના સંગ્રહ માટેના કોલ્ડ સ્ટોરેજ રૂમ દયનીય હાલતમાં હોવાની ફરિયાદો ઊઠતી આવે છે. આ દરમ્યાન ત્રણેક દિવસ પહેલાં કારગો નજીક રોડ પરથી અજાણી વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું. વાલી- વારસ ન મળે ત્યાં સુધી આ લાશને રામબાગ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, પરંતુ મૃતદેહનો પણ મલાજો જળવાયો ન હતો. આ દરમ્યાન કંડલાની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીને આ બાબતે ધ્યાન આવતા હોસ્પિટલ પ્રશાસનને ટકોર કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain