સુરત માં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીની ગણતરી નાં કલાકો માં કરાય ધરપકડ

 સુરત માં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીની ગણતરી નાં કલાકો માં કરાય ધરપકડ

સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. નોંધનીય છે કે સુરતના ઈચ્છાપુરમાં ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.સુરતના ઇચ્છાપુરમાં RJD પાર્કમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી.આરજેડી પાર્કમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહેતો પરિવાર રાત્રે બે વાગ્યાની આસપાસ બાળકીના રડવાનો અવાજ સાંભળતા જાગી ગયો હતો. પરિવારે જોયું કે બાળકી લોહીલુહાણ હાલતમાં છે. જેથી તેને તાત્કાલિક 108ની મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ઈચ્છાપુર પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે પરિવારનું નિવેદન લઇ દુષ્કર્મની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા વ્યક્તિની શોધ શરૂ કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain