કચ્છ જીલ્લા શિવસેના દ્વારા અંજાર મધ્યે મધ્યમ તેમજ ગરીબ વર્ગના વિર્ધાથીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ તેમજ કચ્છ જીલ્લાના પત્રકારોના સન્માન અંગેનો કાર્યક્રમ કરવામા આવેલ હતો

 કચ્છ જીલ્લા શિવસેના દ્વારા અંજાર મધ્યે મધ્યમ તેમજ ગરીબ વર્ગના વિર્ધાથીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ તેમજ કચ્છ જીલ્લાના પત્રકારોના સન્માન અંગેનો કાર્યક્રમ કરવામા આવેલ હતો.

આ કાર્યક્રમમાં લગભગ ૧૦૦૦ થી પણ વધુ વિધાથીઓને નોટબુક વિતરણ તેમજ જીલ્લાના પત્રકારોનું વિશિષ્ટ સન્માન કરવામા આવેલ હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્રારા આશ્યવચન આપવામા આવેલ હતા શિવસેનાની ટીમ દ્વારા આવા સમાજ સેવાના કાર્યો આગળ કરતા રહેવા માટે જણાવવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ની શરૂઆત દીપપ્રાગટયથી કરવામા આવેલ હતી કાર્યક્રમમાં સાસ્કૃતિક કૃતીઓ અંજાર અહલ્યા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામા આવેલ હતી. 

તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ મહેશ્વરી દ્વારા કરવામા આવેલ હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે ગુજરાત રાજય શિવસેના પ્રભારી શ્રી જીમ્મીભાઈ અડવાણી તેમજ ગુજરાત રાજય પ્રમુખ શ્રી સતીષભાઈ પાટીલ સાહેબ રહયા હતા. આ સહુ મહાનુભવોનું સન્માન કચ્છ જીલ્લા શિવસેનાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ભાનુશાલી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામા આવેલ હતું. આ કાર્યક્રમ ના અંતે પધારેલ સર્વે મહાનુભવોનો આભાર વ્યકત કચ્છ જીલ્લા શિવસેનાના ઉપપ્રમુખ શ્રી વિપુલદાન ગઢવી દ્વારા કરવામા આવેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કચ્છ જીલ્લા શિવસેનાની ટીમ દ્વારા ખડેપગે મહેનત કરવામા આવેલ છે તેવું કચ્છ જીલ્લા યુવાસેનાના પ્રમુખ સુરજ ભાનુશાલી દ્વારા જણાવવામા આવે છે0/Post a Comment/Comments

Stay Conneted

Domain