કચ્છ ના ભુજ શહેર માં વીજ થાંભલો યમરાજ દુત સમાન વીજ તંત્ર હજી સુંધી ઘોર નિદ્રામાં

 કચ્છ ના ભુજ શહેર માં વીજ થાંભલો યમરાજ દુત સમાન વીજ તંત્ર હજી સુંધી ઘોર નિદ્રામાં

વીજ થાંભલો જમરાજ દુત સમાન વીજ તંત્ર હજી સુંધી ઘોર નિદ્રામાં કે પછી સુ વારે ઘડી રજૂઆત છતાં કોય પગલાં લેવામાં આવતાં નથી 

ભુજના જી.આઇ.ડી. વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષ બિસ્માર હાલતમાં ઉભેલો થાંભલો જીવહાની સર્જશે કે શું 

ભુજ શહેરના જી.આઇ.ડી. વિસ્તારમાં રાંદલ માં ના મંદીર ની બાજુ માં સેક્ટર-૭, નવ નિર્માણ સોસાયટીમાં ઉભેલા આ જોખમી વીજ થાંભલાએ પાછલા કેટલાક સમયથી ત્યાંના રહેવાસીઓના જીવ અધ્ધર કર્યા છે. એકદમ બિસ્માર હાલત અને મોટી તિરાડો સાથેનો થાંભલો આવનારા ચોમાસા દરમ્યાન કોઇનો જીવ લેશે તેવી ભિતી અહીંના રહેવાસીઓ વ્યકત કરી રહ્યા છે. આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત બાદ એકવાર અધિકારી ઉડતી મુલાકાત લઇ ઠાલા આશ્વાસન આપી ગયા બાદ હજૂ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી શું વિજતંત્ર કોઇ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોઇ રહ્યું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે..

0/Post a Comment/Comments

Stay Conneted

Domain