રાપર ના સેવાભાવી યુવાનો દ્વારા અબોલ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી
રાપર બિપરજોય વાવાઝોડા મા માનવ ને સેલ્ટરહોમ મા આશ્રય મળી ગયો હતો સામાજિક સંસ્થાઓ દ્વારા ફુટ પેકેટ સહિત ની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ રખડતા અબોલ પશુઓ પક્ષીઓ અને શ્ચાન માટે ભાગ્યે જ કોઈ આગળ આવી તેમના પેટની જઠરાગ્નિ ઠારી હશે બિપરજોય વાવાઝોડા દરમિયાન રાપર શહેર મા રખડતા ઢોરો અને શ્ચાન મની જઠરાગ્નિ ઠારવા માટે રાપર ના સેવાભાવી યુવાનો એ અબોલ જીવો પ્રત્યે અનુકંપા થતા રાપર શહેર ના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરો અને શ્ચાન ના પેટ નો ખાડો પૂરવા માટે કામગીરી કરી જીવદયા ની ઉમદા કાર્ય કર્યું હતું જેમાં ચાંદ ભીંડે ,મેહુલ રૈયા , વિશાલ મીરાણી ,જય ચંદે ,ભાવિક કોટક ,તેજસ સોની, વિગેરે જોડાયા હતા ઘાસચારો પક્ષીઓ ને ચણ કુતરા માટે રોટલા બિસ્કિટ ની વ્યવસ્થા કરી હતી આમ રાપર ના યુવાનો એ અબોલ જીવો પ્રત્યે પ્રેમ અને લાગણી વ્યક્ત કરી તેમની જઠરાગ્નિ ઠારી હતી
Post a Comment