બિદડા નાં મફતનગર વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાનાં ગેટ પાસે વરસાદ પાણી ભરાઈ જતાં ગંદકી અને કીચડ નાં લીધે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ માટે લાલબત્તી સમાન

 બિદડા નાં મફતનગર વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાનાં ગેટ પાસે વરસાદ પાણી ભરાઈ જતાં ગંદકી અને કીચડ નાં લીધે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ માટે લાલબત્તી સમાન.

માંડવી કચ્છ :- કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામના મફતનગર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ના મેન ગેટ પાસે વરસાદ નું પાણી ભરાતા શાળા માં ભણવા આવતા નાનાં વિધાર્થીઓ ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શાળા ના શિક્ષકો નાં વાહનો ઘણી વખત સ્લીપ થઈ જાય છે અને ઘરેથી ખુશી માં તૈયાર થઈ ને શાળા માં ભણવા આવતા નાનાં વિધાર્થીઓ પણ ગીચડ વાળા પાણી માં પડી જવાથી હેરાન થાય છે સાથે વિધાર્થીઓ પડી જવાથી કોઈ બાળક ને નાની મોટી ઈજાઓ પહોંચી શકે છે.માટે વહેલી તકે વહીવટી તંત્ર સાથે બિદડા ગ્રામ પંચાયત દ્વારા શાળા ના ગેટ પાસે વરસાદ નું પાણી ભરાઈ જાય છે તે પાણી નું નિકાસ કરવામાં આવે તેવી વાલીઓ ન્યૂઝ રિપોર્ટર પાસે માંગ કરાઈ છે. 

મફતનગર વિસ્તારમાં આવતા પુલ નાં નાળા ઓમા બને સાઈડ કચરો જમા થવાથી પાણી નું નિકાસ બંધ થઈ જાય છે માટે બિદડા ગામના સરપંચ અને તલાટી દ્વારા મફતનગર વિસ્તારમાં આવેલ શાળા ના ગેટ પાસે વરસાદ નું પાણી ભરાઈ જાય છે તેમનું તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવું લોકો જણાવ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain