રાપર તાલુકા મા પોલીસ કર્મચારીઓ નુ સ્વાસ્થ્ય માટે યોગ દિવસ ઉજવાયો
રાપર આજે યોગ દિવસ નિમિત્તે વાગડના રાપર તાલુકા મા આવેલ જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી યોગ દિવસ ની ઉજવણી નિમિત્તે રાપર આડેસર ગાગોદર બાલાસર પોલીસ મથક તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ની કચેરી ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા જેના શિરે છે એવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ને જુદા જુદા યોગ દ્વારા સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે યોગ કરવા નો અનુરોધ કરવામાં આવ્યો હતો રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર જે બી બુબડીયા ગાગોદર પીએસઆઇ ડી આર ગઢવી બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર આડેસર પીએસઆઇ બી જી રાવલ Cake પીએસઆઇ જીબી માજીરાણા સહિત રાપર આડેસર ગાગોદર બાલાસર સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ની કચેરી મા ફરજ બજાવતા તમામ કર્મચારીઓ એ વહેલી સવારે યોગ ના પાઠ શરૂ કરી લોકો ને યોગ કરવા માટે અનુરોધ કર્યો હતો તમામ પોલીસ અધિકારીઓ એ ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ ને યોગ દિવસે યોગ નહિ પણ કાયમી યોગ શરૂ કરી સ્વાસ્થ્ય સારું રહે તે માટે કરવા અનુરોધ કર્યો હતો સ્વાસ્થ્ય સારું તો કાયદો અને વ્યવસ્થા સારી એવો મંત્ર આપ્યો હતો
Post a Comment