જૂનાગઢના ચણાકામાં પુત્રવધુ ની હત્યા ના આરોપી સસરા સહિત એક ઝડપાયો

 જૂનાગઢના ચણાકામાં પુત્રવધુ ની હત્યા ના આરોપી સસરા સહિત એક ઝડપાયો

મૃતક પતિના 10 લાખ ભાવેશની પાછળ વાપરી નાખતી અને તેની સાથે લગ્ન કરી લેશે એટલે મારી નાખી... આરોપી શંભુ માંડવીયા 

જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ચણાકા ગામે સસરાએ પુત્રવધૂની હત્યા કરી લાશને પંખા સાથે લટકાવી દઇ હત્યાને આત્મ હત્યામાં ખપાવી દેવાના ઘણા પ્રયત્નોને કર્યા પરંતુ ભેસાણ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચણાકા ગામના બે આરોપીઓને ઝડપી લીધા હતા.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ ના ભેસાણ તાબેના ચણાકા ગામે વર્ષ 2004 માં આરોપી સસરા શંભુ માંડવીયા ના દીકરા જયેશ માંડવીયા સાથે રસીલાબેનના લગ્ન થયા હતા અને રસીલાબેનને બે સંતાનો હતા ત્યારે 2017 માં રસીલાબેન ના પતિ જયેશ માંડવીયા નું વીજ કરંટ લાગતા મૃત્યુ થયું હતું અને ત્યારબાદ સસરા શંભુભાઈ રાજી ખુશીથી જેતપુર તાલુકાના ચારણીયા ગામે રસીલા બહેનના બીજા લગ્ન કરાવ્યા હતા.પરંતુ ત્યાં પણ રસીલાબેન ને ઝઘડા થતાં રસીલાબેન પરત પોતાની સાસરી ચણાકામાં આવી સંતાનો સાથે એકલા રહેવા લાગ્યા હતા. ત્યારે સમય જતા રસીલાબેન ના ભાઈએ રસીલાબેનના દીકરાઓનું ભાવિ જોઈ તેમને વિસાવદર તાલુકાના હાજાણી પીપળીયા ગામે ફરી પરણાવ્યા હતા પરંતુ ત્યાં પણ રસીલાબેન ને મન મેળ ન થતા પોતાની સાસરી ચણાકામાં આવી રહેવા લાગ્યા હતા.

ત્યારે આરોપીના દીકરા જયેશ માંડવીયાના મૃત્યુ બાદ તેમની વિમાની રકમ રૂપિયા 10 લાખ તેના પત્ની રસીલાબેન ને મળી હતી અને રસીલાબેન ગામના ખેડૂત ભાવેશ ડોબરીયાની વાડીએ કામે જતા અને ભાવેશ ડોબરીયા પાછળ તે 10 લાખ રૂપિયા વાપરી નાખશે તેવી શંકા રાખી રાત્રિના સમયે આરોપી સસરા શંભુ માંડવીયા અને તેના મિત્ર દુર્લભ વઘાસીયા બંને જણાએ રસીલાબેન માથાના લાકડી મારી ગળે ટૂંપો આપી હત્યા કરી ચુંદડી બાંધી લાશને પંખે લટકાવી દીધી હતી.

ત્યારબાદ આરોપી સસરા શંભુભાઈ માંડવીયાએ આ હત્યાને આત્મહત્યા માં ખપાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ મૃતક રસીલાબેન ના ભાઈ રમેશ લાખાણીએ મૃતદેહને જામનગર પીએમ કરવાનું કહ્યું હતું. અને ત્યાં પીએમ રિપોર્ટમાં રસિલા બેનને માથાના ભાગે ઇજા કરાય છે અને ગળે ટુપો દઈ હત્યા કરવામાં આવી છે તેઓ ખુલાસો થયો હતો મૃતક રસીલાબેન ના ભાઈએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં સસરા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે મૃતક રસીલાબેન ના સસરા શંભુભાઈ માંડવીયા અને તેના મિત્ર દુર્લભ વઘાસીયાની ધરપકડ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain