ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા મહિલા ટીમ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે ત્યારે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા મહિલા ટીમ દ્વારા શિશુ મંદિર સ્કૂલ ખાતે યોગા માટે નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
આમ યોગ દિવસ ના સૌ બહેનો ને નેહલબેન પંડ્યા દ્વારા ખાસ પ્રકારના યોગા શીખવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં માત્ર મહિલાઓ એ જ યોગા કરી યોગ દિવસ ની ઉજવણી કરી હતી.
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના મહિલા સંયોજીકા પ્રિયંકાબેન પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન, શરીર અને આત્માને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે મળવું અથવા એક થવું. યોગની ઉત્પત્તિ ભારતીય સંસ્કૃતિમાંથી થઈ છે. લગભગ 5000 વર્ષ પહેલાથી લોકો યોગાભ્યાસ કરતા આવ્યા છે. યોગમાં મુખ્યત્વે શારીરિક તંદુરસ્તી હોતી નથી યોગમાં, લોકો માનસિક ધ્યાન અને શ્વાસ લેવાની પદ્ધતિઓ દ્વારા તેમના શરીર અને મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.
મહિલા ટીમ ના સંયોજિકા પ્રિયંકાબેન, સહ સંયોજિકા હેતલબેન અને મમતાબેન, આરતીબેન, અને અન્ય બહેનો દ્વારા આ યોગ દિવસ ની ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી હતી.કપિલ વ્યાસપ્ર સાર પ્રચાર સંયોક મુંદરા શાખા.
Post a Comment