નિરોણાનાં કલા કેન્દ્ર ઉપર તોળાયેલું નવું સંકટ
કચ્છમાં હસ્તકલાનું હબ ગણાતા આ ગામે રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા રૂા. પાંચ કરોડનાં ખર્ચે હસ્તકલા કેન્દ્રનું નિર્માણ ભારે વાદવિવાદ બાદ અફરાતફરીમાં નદીપટ્ટ વચ્ચે જ કરી દેવાયું છે. અનેક અહેવાલોને અનદેખો કરી તૈયાર થયેલું હસ્તકલા કેન્દ્ર ગત વરસે જુલાઇ માસમાં થયેલી અતિવૃષ્ટિમાં ઉદ્ઘાટન પહેલાં ભારે નુકસાનીનો ભોગ બન્યું હતું, જેને લઇ કલેક્ટર સહિત જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર? દોડી ગયું હતું અને કલા કેન્દ્ર તથા અન્યત્ર થયેલી ભારે નુકસાની નિહાળી તે અંગે ગામલોકો સાથે એક બેઠક પણ યોજી હતી, જેમાં કલા કેન્દ્ર પર ઊભા થયેલ જોખમને દૂર કરવા નદીપટ્ટમાંથી ગાંડા બાવળની ગીચ ઝાડી સાફ કરાવવી, નદીપટ્ટમાંથી તાત્કાલિક ધોરણે રેતીના ગંજ દૂર કરવા તેમજ કલા કેન્દ્ર તરફ ફંટાતા નદીના અન્ય ફાંટા આડે પૂર સંરક્ષણ દીવાલ ઊભી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી. પરંતુ એક વર્ષનો સમયગાળો પસાર થયા પછી પણ થયેલા સૂચનો અંગે કોઇ પણ કાર્યવાહી હાથ ન ધરાતાં આજે પણ એ કલા કેન્દ્ર ઉપર પૂર સંકટ? મુદ્દે જોખમ ઊભું જ છે. ત્યાં વળી અર્ધભરાયેલા ડેમ અને ચોમાસાની મોસમમાં ડેમના ઓગનના સમારકામની ઢીલી કામગીરીને લઇ હવે ગામ પર પણ જોખમ મંડરાયું છે.
Post a Comment