વાગડ ના સરહદી વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લા પોલીસ વડા એ બેઠક બોલાવી

 વાગડ ના સરહદી વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લા પોલીસ વડા એ બેઠક બોલાવી

રાપર. આગામી સમય મા કચ્છ જિલ્લામાં આવનાર બિપરજોય વાવાઝોડા દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા ના સરહદી રાપર તાલુકા ના તથા ભચાઉ તાલુકાના સરહદી ગામોમાં બિપરજોય વાવાઝોડા થી કોઇ જાનમાલને નુકશાન ન થાય તથા માનવ અને પશુઓ ને સલામત સ્થળે ખસી જવા માટે આજે ખડીર પોલીસ મથક હેઠળના જનાણ ગામે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ખડીર પીએસઆઇ કે. ડી રાવલ હરપાલસિંહ રાણા દુર્ગાદાન ગઢવી રાજુભાઈ.. મહેન્દ્રસિંહ જાડેજા સામત  બરાડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જનાણ ધોરાવીરા રતનપર કલ્યાણપર બાંભણકા ખારોડ અમરાપર સહિત ના ખડીર વિસ્તારમાં આવેલા તમામ ગામના લોકો સાથે એક બેઠક બોલાવી હતી જેમાં એસપી મહેન્દ્ર બગડીયા એ લોકો ને સુરક્ષિત સ્થળે જતું રહેવું જીવન જરૃરી ચીજોને હાથ પર રાખવા ની આરોગ્ય માટે મેડિકલ કીટ રાશન કીટ પશુઓ ને સલામત સ્થળે ખસી જવા માટે જરૂરી સુચના આપી હતી ખડીર ઉપરાંત બાલાસર પોલીસ મથક હેઠળના રણકાંઠાના શિરાંનીવાંઢ ગામે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર તથા પોલીસ કર્મચારીઓ એ આસપાસ ના ગામો ના લોકો સાથે બિપરજોય વાવાઝોડા અંતર્ગત બેઠક બોલાવી હતી જેમાં જરૂરી સુચના આપી હતી આમ આજે સરહદી વિસ્તાર ના લોકો ની સુરક્ષા માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ ખબર અંતર પુછી સુરક્ષિત રહેવા માટે સુચના આપી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain