ટ્રેનિગમાં કચ્છ આવેલા આઈ. પી. એસ. ને મુન્દ્રા પોલીસ મથકનો હવાલો સોંપાયો

 ટ્રેનિગમાં કચ્છ આવેલા આઈ. પી. એસ. ને મુન્દ્રા પોલીસ મથકનો હવાલો સોંપાયો

નવા બનેલા અનેક આઈ. પી. એસ. અધિકારીઓને ટ્રેનીગ માટે કચ્છમાં મુકવામામં આવતા હોય છે ત્યારે નવા આવતા આઈ. પી. એસ. અધિકારીને મુન્દ્રા પોલીસ મથકના પી. આઈ. નો સ્વતંત્ર હવાલો ત્રણ માસ માટે ટ્રેનીગના ભાગરુપે સોપવામાં આવ્યો છે.

મુન્દ્રા પોલીસ મથકના પી. આઈ. હાર્દિક ત્રિવેદી પાસે મુન્દ્રાનો સ્વતંત્ર તેમજ પ્રાગપર પોલીસ મથકનો વધારાનો ચાર્જ હતો. જે કે, હવે તેમને પ્રાગપર પોલીસ મથકે પીઆઈ તરીકે મુકાયા છે અને મુન્દ્રામાં તેમની જગ્યાએ આઈ. પી. એસ. અધિકારી વલય વેદ્યને ટ્રેનિંગના ભાગ રુપે ત્રણ માસનો હવાલો સોંપવામાં આવ્યો છે. આઈ. પી. એસ. અધિકારીઓને ટ્રેનિગના ભાગરુપે વિવિધ કામગીરી સોંપવામાં આવતી હોય છે ત્યારે નવા આવતા આઈ. પી. એસ. અધિકારીને ટ્રેનિગના ભાગરુપે મુન્દ્રા પોલીસ મથકનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain