રાપર પોલીસે ફતેહગઢ નજીક કેનાલ પાસે ફિલમી ઢબે દારુ ભરેલ જીપ ઝડપી

રાપર પોલીસે ફતેહગઢ નજીક કેનાલ પાસે ફિલમી ઢબે દારુ ભરેલ જીપ ઝડપી

ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લામાં દારુ ની બદી સામે કડક પગલાં લેવા માટે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પીઆઈ વી.કે ગઢવી હેડ કોન્સ્ટેબલ વશરામ ચૌધરી  ચાવડા કોન્સ્ટેબલ  કમલેશ ચાવડા મુકેશ ઠાકોર  કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ ડ્રાઇવર ભાવુભા સોઢા રાપર તાલુકાના ફતેહગઢ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ મા હતા તે દરમિયાન મળેલી બાતમીના એક જીપ GJ02 R0 155 માર્શલ ગાડી મા ભારતીય બનાવટનો વિદેશી દારૃ લઈ આવી રહી છે તેવી માહિતી મળી હતી ત્યારે ફતેહગઢ ની નર્મદા કેનાલ પાસે થી પસાર થતા પોલીસ દ્વારા ગાડી રોકવા નો ઈશારો કર્યો હતો પરંતુ આરોપીઓ એ ગાડી ભગાડી મુકતા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને આઠ કિલોમીટર દૂર સુધી પીછો કરતાં આરોપીઓ અંધારા નો લાભ લઈ ગાડી મુકી નાસી ગયા હતા 

ગાડી ની તપાસ કરતા ગાડીમાં થી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૃ અને બિયર ની  41 પેટી   કિંમત રૂપિયા 1.60.200/= તથા ગાડી ની કિંમત રુ.100000/= મળી કુલ રૃપિયા 2.60200/= નો મુદામાલ કબ્જે કર્યો હતો  આ વિદેશી દારૃ બિયર નો જથ્થો ગંગારામ વેરશી કોલી રહે ફતેહગઢ તા.રાપર 

વિનોદ રાઘુ કોલી રહે. શીરાની વાંઢ તા.રાપર વાળા નો તપાસ મા ખુલ્યું હતું જેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ રાપર પોલીસે હાથ ધરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain