રાપર ખાતે વાવાઝોડા સંદર્ભે બેઠક મળી

 રાપર ખાતે  વાવાઝોડા સંદર્ભે બેઠક મળી

રાપર કચ્છ ને બિપરજોય વાવાઝોડા ના લીધે અપાર નુકસાન થયું છે ત્યારે વાગડ વિસ્તારમા પણ મહદઅંશે નુકસાન થયું છે ત્યારે આજે રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કચ્છ મોરબી ના સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ આગેવાનો ઉમેશ સોની લાલજી કારોત્રા નશાભાઈ દૈયા કિશોર મહેશ્વરી મોમાયાભા ગઢવી વિકાસ રાજગોર ડોલર ભાઈ રાજગોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા બિપરજોય વાવાઝોડા ના લીધે રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો ઢોરો ખેતીવાડી લાઈટ પાણી રસ્તા સહિત ને મહદઅંશે નુકસાન થયું છે ત્યારે વાગડ વિસ્તારમા જીવન જરૃરી પ્રશ્નો નો તાત્કાલિક અધિકારીઓ સાથે સંકલન યોજી કામગીરી હાથ ધરવા માટે ચર્ચા કરવામાં આવી હતી તો બપોર બાદ રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા ના વહિવટી અધિકારીઓ સાથે સાંસદ અને ધારાસભ્ય તથા પદાધિકારીઓ એ બેઠક યોજી હતી 

જેમાં મામલતદાર કે આર ચૌધરી નગરપાલિકા ના ચીફ ઓફિસર નવઘણભાઈ કડ પીજીવીસીએલ આરોગ્ય એસ.ટી તાલુકા પંચાયત મહેસુલ સહિત ના વિભાગો ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક લાઈટ પાણી રસ્તા આરોગ્ય સફાઈ સહિત ના મુદા પર ચર્ચા કરી હતી અને આ સેવાઓ તાત્કાલિક શરૂ થાય તે અંગે સુચના આપી હતી આમ આજે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા બિપરજોય વાવાઝોડા મા જે મહદઅંશે નુકસાન થયું છે તે અંગે સાંસદ અને ધારાસભ્ય દ્વારા વહિવટી તંત્ર સાથે પરામર્શ કરી તાત્કાલિક શરૂ થઈ જાય એવા પ્રયત્નો કર્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain