રાપર પોલીસે ટ્રાફીક ઝુંબેશ દરમિયાન નવ વાહનો ડીટેઈન કર્યા
રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આડેધડ પાર્ક થતાં વાહનો સામે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી તથા ટ્રાફિક પોલીસ ના મુકેશ સિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા રાપર શહેર ના દેના બેંક ચોક એસ.ટી ડેપો સલારી નાકા ત્રંબૌ ચોકડી પ્રાગપર ચોકડી ગુરુ કુળ રોડ નગાસર તળાવ પાસે આવેલ બગીચા માલી ચોક સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્ક થતાં વાહનો સામે લાલ આંખ કરી હતી ઉપરાંત ત્રીસ જેટલી ફોર વ્હીલર વાહનો મા આવેલ બ્લેક ફિલ્મ કાઢી ચેતવણી આપી હતી ટ્રાફિક ઝુંબેશ દરમિયાન નવ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. એક વાહન ચાલક સામે કલમ 185 મુજબ ગુનો દાખલ કર્યો હતો સ્થળ પર 17 એનસી કરી 11600/= નો દંડ ફટકાર્યો હતો ઉપરાંત આરટીઓ એ 48650/= નો દંડ ફટકાર્યો હતો
આ અંગે રાપર પીઆઈ વી કે ગઢવી એ જણાવ્યું હતું કે શહેર મા આડેધડ પાર્ક થતાં વાહનો સામે લાલ આંખ કરવામાં આવશે ઉપરાંત નગરપાલિકા ના સહયોગ થી દેના બેંક ચોક તથા જકાતનાકા થી ખોડીયાર મંદિર રોડ તથા સલારી નાકા થી ત્રંબો ચોકડી સુધી ના માર્ગ પર પાર્કિંગ માટે પટ્ટો કરવામાં આવશે અને આ પટ્ટાની બહાર પાર્ક થતાં વાહનો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા મા આવશે
Post a Comment