ડીસાના ઝેરડા પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં ચાલકનું મોત કેબિન નીચે દબાઈ ગયેલા ડ્રાઇવરને ક્રેન વડે બહાર કઢાયો

ડીસાના ઝેરડા પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં ચાલકનું મોત કેબિન નીચે દબાઈ ગયેલા ડ્રાઇવરને ક્રેન વડે બહાર કઢાયો

રાજસ્થાનના જયપુર જિલ્લાના લેટકાવાસ ખાતે રહેતા વિક્રમ જાટ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ધરાવે છે. જેમની એક ટ્રકનો ડ્રાઇવર યાદારામ મીણા ટ્રક લઈને ગુજરાત આવ્યો હતો અને તે પરત રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો. તે સમયે ડીસા તાલુકાના જેરડા ગામ પાસેથી પસાર થતી વખતે આગળ જઇ રહેલી ગાડીની ઓવરટેક કરી રહ્યો હતો. તે સમયે અચાનક સામેથી અન્ય વાહન આવી જતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રકનો ચાલક યાદારામ કેબિન નીચે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી પસાર થતાં ટ્રક ચાલકોએ ઊભા રહી રાહત કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતા જ ટ્રકના માલીક તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી દબાયેલા ટ્રક ચાલકને બહાર કાઢી સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલકનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain