વાગડ વિસ્તારમાં ચોમાસુ વાવેતર માટે ખેડૂતો ખરીદી કરવા ઉમટયા
રાપર બિપરજોય વાવાઝોડા એ થોડે અંશે નુકસાન થયું છે પરંતુ વાગડ વિસ્તારના રાપર તાલુકા મા પ્રથમ વરસાદે મેઘ મહેર કરતાં વાગડ ના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે સમગ્ર વિસ્તારમાં સરેરાશ દશ ઈંચ વરસાદ વરસતા ખેડૂતો મા આનંદની લાગણી વ્યાપી છે રાપર તાલુકા મા તથા વાગડ વિસ્તારના લગભગ ડેમ તળાવ ઓગની ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આજે ચોથા દિવસે વાગડ વિસ્તારમાં વરાપ નીકળતા વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં એગ્રો સેન્ટર પર ખેડૂતો બિયારણ ની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા તમામ એગ્રો સેન્ટર પર ખેડૂતો ની ભીડ જોવા મળી રહી હતી આ અંગે રાપર ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી અને એગ્રીકલ્ચર રાસાયણિક બિયારણ ના વેપારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું રાપર તાલુકા અને વાગડ વિસ્તારમાં બિપરજોય વાવાઝોડા એ પ્રથમ વરસાદે જ તળાવ અને ડેમો ઓગનાવી દીધા છે ત્યારે ખેડૂતો ચોમાસુ પાક ના વાવેતર માટે તાલુકા મથક ખાતે ઉમટી પડ્યા હતા મગ બાજરી તલ કોરડ કપાસ એરંડા મગફળી જુવાર સહિત ના બિયારણ ની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા અને વરસે તો વાગડ ભલો એ કહેવત સાર્થક બિપરજોય વાવાઝોડા એ કરી બતાવી હતી અને વાગડ વિસ્તારમાં વરસાદ ના લીધે આનંદની લાગણી વ્યાપી છે
Post a Comment