કચ્છ જિલ્લાના પોલીસ અધિકારીઓએ માતાના મઢમાં શીશ ઝુકાવ્યું

 કચ્છ જિલ્લાના પોલીસ અધિકારીઓએ માતાના મઢમાં શીશ ઝુકાવ્યું

વાવાઝોડાની આપાતકાલીન પરિસ્થિતીમાં મીનીમમ લોસ, ઝીરો કેજ્યુલીટીના અભિગમ સાથે લોકોની બચાવ અને રાહતની કામગીરી કરી સલામત સ્થળે સમયમર્યાદામાં સ્થળાંતર કરી એક પણ માનવ જીવના નુકશાની વગર ઝીરો કેજ્યુલીટીથી કચ્છ જીલ્લા ઉપર આવી પડેલ આપાતકાલીન પરીસ્થિતીમાં સમગ્ર જીલ્લાના વહીવટી તંત્ર સાથે ખભે ખભા મિલાવી પોલીસ તંત્ર દ્રારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવેલ હતી.

બિપોરજોય વાવાઝોડા બાદ પુનઃ જનજીવન ધબકતું થયું જે અનુસંધાને પુર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા તથા પશ્ચિમ કચ્છ પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતા બે થી ત્રણ દિવસમાં જ સમગ્ર જીલ્લામાં જન- જીવન ધબકતુ થઇ જવા પામેલ હતુ અને જાણે કચ્છ જીલ્લાના કાંઠે આ વાવાઝોડુ મા આશાપુરાની દેવી શક્તિથી જખૌ ઉપરથી થઇ અને હરામીનાળાના નિર્જન વિસ્તારમાંથી પસાર થઇ ગયેલ હતું અને સમગ્ર કચ્છ જીલ્લા ઉપર તેમની કૃપા દ્રષ્ટી હોય તે રીતે જીલ્લાનો આવી ઘાતક પરીસ્થિતીમાં આબાદ બચાવ થયેલ હતો

પોલીસે માતાજીને લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી આવી કઠીન પરીસ્થિતીમાં પોલીસ તંત્ર દ્રારા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી પર ખુબ જ સતર્કતાથી નિયંત્રણ રાખી જાળવણી કરવામાં આવેલ હતી જે કામગીરી શાંતિથી પુર્ણ કરવાના ભાગ રૂપે આશાપુરા માતાજીના આર્શીવાદ મેળવેલ તેમજ સમગ્ર પોલીસ અધિકારીઓએ ત્યાં પુજા અર્ચના કરી શીશ ઝુકાવી સમગ્ર કચ્છ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે અને લોકો સુખાકારી પુર્વક જીવન જીવે તે માટે પ્રાર્થના કરી પુજા અર્ચના કરેલ હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain