રાપર સહિત આસપાસના ગામોમાં રાત્રે વરસાદ ના ઝાપટા

 રાપર સહિત આસપાસના ગામોમાં રાત્રે વરસાદ ના ઝાપટા

રાપર બિપરજોય વાવાઝોડા ની અસર વચ્ચે વાગડ પંથકમાં જોરદાર પવન ની શરુઆત થઈ ગઈ છે ત્યારે વાગડ ના મુખ્ય મથક રાપર શહેર મા બપોરે વરસાદ ના ઝાપટા બાદ રાત્રે સાડાનવ વાગ્યાના અરસામાં જોરદાર વરસાદ ના ઝાપટા વરસ્યા હતા જેના લીધે માર્ગો પર થી પાણી વહી નિકળ્યા હતા વરસાદ ના ઝાપટા સાથે પવન ના સુસવાટા સાથે વરસાદ થતાં લોકો માં ઉચાટ રહ્યો હતો રાપર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ના ઝાપટા પવન સાથે થયા ના અહેવાલ મળી રહ્યાં છે વરસાદ ના ઝાપટા ના લીધે વાતાવરણ મા ઠંડક પ્રસરી ગઇ હતી તો સાવચેતી માટે વિજ પુરવઠો પીજીવીસીએલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો જેમ જેમ બિપરજોય વાવાઝોડા નો કચ્છ ના દરીયાઇ પટ્ટી નજીક આવી રહ્યું છે તેમ તેમ લોકો મા ઉચાટ રહ્યો છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain