ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત

ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત, એક બાળક ઈજાગ્રસ્ત

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વચ્ચે ભુજમાં દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા પહોંચી છે. લખુરાઈ ચાર રસ્તા પર દીવાલ પડતા બે બાળકોના મોત થયા છે. બાળકો રમી રહ્યાં હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર ભુજના લખુરાઈ ચાર રસ્તા પર બાળકો રમી રહ્યાં હતા 

આ દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ નીચે દબાવાને કારણે બે બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. બાળકોના પરિવારજનોએ કહ્યું કે ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ છે. બંને બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain