મુંદરા રાયફલ એકેડમી મધ્યે યોજાઈ 7th કચ્છ ડિસ્ટ્રીકટ ચેમ્પિયનશિપ કોમ્પીટીશન ૨૦૨૩ એર વેપન્સ
કચ્છ ડિસ્ટ્રીકટ રાયફલ એસોસિયેશન દ્વારા એર વેપન્સ શૂટિંગ ટુર્નામેન્ટ નું આયોજન મુંદરા રાયફલ એકેડમી મુંદરા મધ્યે તારીખ ૧૦ જૂન થી ૧૨ જૂન ૨૦૨૩ સુધી 3 દિવસ યોજવામાં આવેલ છે જે ટુર્નામેન્ટ માં સમગ્ર ગુજરાત માંથી સ્પર્ધકો ભાગ લીધો હતો.
આ શૂટિંગ ટુર્નામેન્ટ માં એર પિસ્તોલ અને એર રાયફલ 10 મીટર ની યોજવામાં આવી હતી અને ગુજરાત માંથી ઘણાંબધાં સ્પર્ધકોએ આ શૂટિંગ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો.
મુંદરા રાયફલ એકેડમી મધ્યે યોજવામાં આવેલ ટુર્નામેન્ટ નું પ્રારંભ મુંદરા માંડવી ના નાયબ કલેકટર શ્રી ચેતનભાઈ મિશન સાહેબ, મુંદરા મામલતદાર શ્રી વી. એ પટેલ સાહેબ, મુંદરા સિટી પોલીસ સ્ટેશન ના પી. આઈ શ્રી હાર્દિક ત્રિવેદી સાહેબ, શ્રી ઓમપ્રકાશભાઈ રાવલ, શ્રી પૃથ્વીરાજભાઈ અયાચી(ઇન્ટરનેશનલ શૂટર), શ્રી આદિત્યભાઈ ઝૂલા(નેશનલ શૂટર), , શ્રીમતી હેતલબેન ભટ્ટ, શ્રી સૌમિલ ભાઈ દવે અને શ્રી રાજેશભાઈ જાંગીડ (ખુશાલ રાયફલ એકેડમી આદિપુર) ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું હતું.
આમ કાર્યક્રમ માં પધારેલા સર્વે મહેમાનો એ ગુજરાતભર માંથી પધારેલા સ્પર્ધકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી જીલ્લા કક્ષાએ સફળતા મેળવી રાજ્યકક્ષા માં ભાગ લો ત્યારબાદ નેશનલ લેવલ અને ત્યારબાદ ઈન્ટરનેશનલ લેવલ પર દેશ નું પ્રતિનિધિત્વ કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કચ્છમાં શૂટિંગ ને જીવંત રાખનારા અને વિદેશમાં ભારત નું પ્રતિનિધિત્વ કરનારા એવા ભાઈ શ્રી દિલીપભાઈ અયાચી (કચ્છ જિલ્લા પિસ્તોલ અને રાયફલ એશોસિયેશનના પ્રમુખ ) જેમને કચ્છના લોકો માટે સૌપ્રથમ રેન્જ બનાવી અને તેમને એક સ્ટેજ પૂરું પાડ્યું હતું અને મુંદરા રાયફલ એકેડમી મધ્યે પધારી સૌ સ્પર્ધકો નો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે શુભેચ્છાઓ આપી હતી.
સતત ત્રણ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલી હતી અને શ્રી રાજેશભાઈ જાંગીડ અને તેમની ટીમ દ્વારા સમગ્ર ટુર્નામેન્ટનું નિરીક્ષણ અને સ્પર્ધકો ગાઈડ કરવામાં આવ્યું હતું. અને ટુર્નામેન્ટ ના અંતે સ્પર્ધકોને વિજેતા જાહેર કરવાની સંપૂર્ણ જવાબદારી શ્રી રાજેશભાઈ જાંગીડ અને તેમની ટીમે સંભાળી હતી.
ત્રિદિવસીય ટુર્નામેન્ટ માં મહેમાનો ના હાથે સર્વે વિજેતા સ્પર્ધકો ને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને મુંદરા રાયફલ એકેડમી ના ઓનર જીજ્ઞા રાવલ દ્વારા સૌ સ્પર્ધકોને એકેડમી વતી શુભકામનાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કર્યા હતા આ ટુર્નામેન્ટ માં તેમની જ એકેડમી માંથી ટોટલ 35 સ્પર્ધકો માંથી 22 જેટલા સ્પર્ધકો એ મેડલો મેળવી એકેડમી નું ગૌરવ વધાર્યું હતું અને આવનારા સમયમાં સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને ત્યારબાદ ઈન્ટરનેશનલ લેવલ પર ભાગ લઈ દેશ અને સમાજનું ગૌરવ વધારશે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સતત ત્રણ દિવસ સુધી મુંદરા રાયફલ એકેડમી ના સતત એક્ટિવ કાર્યકરો માં રજાકભાઈ મેમણ, ખીમશ્રીબેન ગઢવી એ જહેમત ઉઠાવી હતી.
Post a Comment