ભચાઉ તા. ના દરિયામાં ચારિયાણ કરતા 700 ખારાઈ ઊંટ બચાવાયા

 ભચાઉ તા. ના દરિયામાં ચારિયાણ કરતા 700 ખારાઈ ઊંટ બચાવાયા

કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા શક્યતા લોકોની સાથે પશુઓની સુરક્ષા અંગે પણ તકેદારી રાખવામાં આવી હતી. ભચાઉ તાલુકાનાં 700 જેટલા ખારાઇ ઊંટોને સલામત સ્થળોએ ખસેડાયા હતાં. પશુપાલન અધિકારી ડો. ઉમંગભાઈ ગેલોતે આઠ દિવસ પેહલા સૂચના આપી હતી. જેમાં ખરાઈ ઊંટોને દરિયા વિસ્તારમાંથી બહાર કાઢી સલામત સ્થળે લઇ જવા કહેવાયુ હતું. કચ્છ ઊંટ ઉછરેક માલધારી સંગઠનનાં પૂર્વ પ્રમુખ ભીખાભાઇ રબારીએ દરિયામાંથી બહાર નીકળવા માલધારીઓનું સર્પક કરીને તેમના ઊંટને ભચાઉ, વોંધ, છાડવારા, આમલીયારા, જંગી, લાલિયાણા, સામખિયારી જેવા ગામોનાં સીમાડામાં ખસેડી લેવાયા હતાં. જેના પગલે આ ઊંટોને બચાવી લેવાયા હતાં.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain