ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન રાષ્ટ્રીય સ્તરે 20,621 યુનીટ રક્તદાન કરવામાં આવ્યું

 ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન અભિયાન રાષ્ટ્રીય સ્તરે 20,621 યુનીટ રક્તદાન કરવામાં આવ્યું

અમદાવાદ, 27 જૂન, 2023: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ આદાણીના 61મા જન્મદિવસે અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે રક્તદાન અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઉમદાકાર્યમાં 20,621 યુનીટ એટલે કે અંદાજે 8,200 લીટર રક્તદાન કરવામાં આવ્યું. અદાણી જૂથના કર્મચારીઓએ આ રક્તદાન અભિયાનમાં અભૂતપૂર્વ સહયોગ આપ્યો હતો. એકત્રિત રક્તદાનથી લગભગ 61,000 જીવન બચાવવામાં મદદ મળશે.

અદાણી દિવસ (24 જૂન) ના રોજ 22 થી વધુ રાજ્યોમાં 250 થી વધુ સ્થળોએ આયોજીત રક્તદાન અભિયાનમાં 3000 થી વધુ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક યોગદાન આપ્યું હતું. દેશમાં રક્તની પૂર્તિ માટે આ અભિયાનથી મોટો ફાયદો થશે. વળી તેનાથી અદાણી ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેવાઓનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. ગતવર્ષના 14,657 યુનિટ રેકોર્ડને બ્રેક કરતાં આ વર્ષે વધુ રક્તદાન કરવામાં આવ્યું છે. 

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "હું કર્મચારીઓના અદભૂત સમર્થન માટે આભારી છું. આપનું રક્તદાન આપણી સંવેદનશીલતાને પ્રદર્શિત કરે છે. એટલું જ નહીં, તે લોકોમાં સકારાત્મકતા મજબૂત કરવામાં મદદરૂપ થશે. અદાણીના પ્રત્યેક કર્મચારીના સામાજીક સમર્પણની ભાવનાની હું સરાહના કરું છું". 

અદાણી ફાઉન્ડેશન સમાજીક પડકારોના સમાધાન માટે અને સતત વિકાસમાં યોગદાન માટે હંમેશા સમર્પિત રહે છે. રક્તદાન જેવા ઉમદા પ્રયોસોથી ફાઉન્ડેશન લોકોના જીવનમાં અર્થપૂર્ણ બદલાવ લાવવા તેમજ સમાજમાં સકારાત્મકતા લાવવાનો ધ્યેય રાખે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain