સમસ્ત આહિર વુમન વીંગ કચ્છ દ્વારા _આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ સીઝન 3_ નું ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું
આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન સીઝન - 3 નું પરમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ અને લઘુ મહંત શ્રી ભરત દાદા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકાયું. જેમાં મુખ્ય અતિથિઓ માલતીબેન મહેશ્વરી(MLA -ગાંધીધામ), ઈશિતાબેન ટીલવાણી(પ્રમુખ- ગાંધીધામ નગરપાલિકા) , બાબુભાઈ હુંબલ, જખાભાઈ હુંબલ, વી કે હુંબલ, દેવઈબેન કાનગડ, ડાહીબેન આહીર, મધુબેન ભુપતભાઈ આહીર, કિરણભાઈ આહીર, શંકરભાઈ વરચંદ ,પ્રેમજીભાઈ પેડવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ની શરૂઆત માં અતિથિઓનું સ્વાગત સમસ્ત આહિર વુંમન વિંગના પ્રમુખ અસ્મિતાબેન બલદાણીયા આહીર દ્વારા કરવામાં આવ્યું. આ એક્ઝિબિશનમાં 30 સ્ટોલ માં ભાગ લેનાર અલગ અલગ ગામડાઓમાંથી આવેલા બહેનો પોતાના હાથેથી ભરેલું આહીર વર્ક નું વેચાણ કર્યું. કાર્યક્રમ નો મુખ્ય હેતુ અલગ અલગ ગામડાઓ ની ઘરે બેસીને ભરત ભરતી બહેનો આત્મનિર્ભર બને અને એમના વર્કનું વેચાણ થાય.
આ કાર્યક્રમમાં સમસ્ત આહિર વુમન વીગ ના ટ્રસ્ટીઓ તથા અલગ અલગ 21 ગામના પ્રમુખોની શપથવિધિ બાબુભાઈ હુંબલ ના હસ્તે કરવામાં આવી. આયોજનમાં અલગ અલગ સંસ્થાથી પધારેલ પ્રમુખો તથા અલગ અલગ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આભાર વિધિ મંત્રીશ્રી મીનાબેન વાઘમશી દ્વારા કરવામાં આવી. આગામી દિવસો માં દ્વારકા ખાતે 16108 આહીરની નો રાસોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને સાથે મળી ને ગીનીશ બુક નો રેકોર્ડ કરવા જઈ રહ્યા છે એમના માટે અખિલ આયરાણી મહા સંગઠન રાસોત્સવ ની કમિટી ના આહિર અગ્રણી બહેનો ગુજરાત માં થી જામનગર અમદાવાદ ,સુરત ,ભાવનગર જુનાગઢ ,લાલપુર અલગ અલગ સ્થળેથી પધાર્યા હતા . આ આયોજનમાં આહિરના પરંપરાગત પહેરવેશ નો રેમ્પ વોક તલવાર બાજી તથા આહીર ના ટ્રેડિશનલ ગીતો સાથેની મ્યુઝિકલ હાઉસની નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શિવ આહિર અને કાજલ હડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આયોજનને સફળ બનાવવા માટે દાતાશ્રી તેજાભાઈ કાનગડ ,બાબુભાઈ હુંબલ ટીવી આહીર , લક્ષ્મણભાઈ આહીર , ભગવાનજીભાઈ આહીર,દેવઇબેન કાનગડ દાઈબેંન કીરણભાઈ આહીર ,મધુબેન ભુપતભાઈ આહીર,ડોક્ટર અનલ કાનગડ , વી કે હુંબલ,પ્રેમજીભાઈ પેડવા આ બધા દાતાશ્રી ઓનો ખૂબ જ સહયોગ રહ્યો હતો. આ એક્ઝિબિશનમાં મીડિયા રિપોર્ટર દીપકભાઈ આહીર, રાણાભાઇ આહીર, શિવ ભાઈ આહીર, ભારતી માખીજાણી, મનીષભાઈ ભોઈયા, દિનેશભાઈ સુડિયા નો સહયોગ રહ્યો હતો. અને ગ્રાફિક્સમાં કુનરીયા ગામથી રાજેશભાઈ આહીર નો ખુબ જ સહયોગ રહ્યો હતો.આ એક્ઝિબિશનમાં ગાંધીધામની જનતાએ મન મૂકીને એક્ઝિબિશનની ખરીદી માણી અને એક્ઝિબિશનને સફળ બનાવ્યું .
સમસ્ત આહિર વુમન વીંગના પ્રમુખ અસ્મિતા બલદાણીયા આહીર, મંત્રી મીનાબેન વાઘમશી ,ઉપપ્રમુખ દેવઇબેન કાનગડ ,મધુબેન આહીર ડાહીબેન આહીર, શ્રી બેન આહીર,અરુણાબેન બલદાણીયા ,કાંતાબેન પરડવા ગીતાબેન વિ.આહીર, ગીતાબેન એચ.આહીર ગીતાબેન બિ. આહીર ગીતાબેન બિ.આહીર , જશોદાબેન આહીર,ગીતાબેન બલદાણીયા, આ સમગ્ર ટીમ એ એક્ઝિબિશનને સફળ બનાવવા ખૂબ જહેમત ઊઠાવી હતી. આ આહિર વર્ક હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગાંધીધામમાં વર્ષમાં ત્રણ વખત કરવામાં આવે છે.
Post a Comment