કચ્છના 2376 પોલીસ કર્મીએ સીપીઆર તાલીમ મેળવી
કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ઈમરજન્સીના સમયે લોકોને મદદ રૂપ થઇ શકે તે માટે સીપીઆર તાલીમ આપવામાં આવી હતી. જેમાં પૂર્વ કચ્છના 1556 પોલીસ કર્મચારી અને પશ્ચિમ કચ્છના 820 પોલીસ કર્મચારીઓએ ટ્રેનીંગ સાથે અંગદાનનું મહાસંકલ્પ લીધો હતો.
ગુજરાત પોલીસના તમામ અધિકારી અને કર્મચારીઓને રવિવારે સીપીઆરની ડૉકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈદ્ધાંતિક અને પ્રેકટીક્લ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ રાજ્ય સરકાર, ડૉકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી. ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી પશ્ચિમ કચ્છમાં અદાણી મેડીકલ કોલેજ, જી. કે. જનરલ હોસ્પીટલ ભુજ ખાતે 1374 પોલીસ કર્મચારીઓ તથા પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ લઇ રહેલા 182 જેટલા તાલીમાર્થીઓ સહીત કુલ 1556 જેટલા પોલીસ જવાનોએ અદાણી મેડીકલ કોલેજના ડો. એ. એમ. ઘોષ, ડો. સુરેશ રુડાણી, ડો. જલદીપ અને ડો. મુકેશ ચંદે દ્વારા સીપીઆર તાલીમ આપવામા આવી હતી - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
Post a Comment