ભચાઉ: પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં 15 વર્ષીય કિશોરનું મોત
પ્રાચીન કરગરીયા ધામ માર્ગ પર આવેલી પ્રાથમિક શાળા નંબર 6 નજીક પાણી ભરેલા તળાવ જેવા મોટા ખાડામાં ડૂબી જતા 15 વર્ષીય બાળકનું મોત થયું હતુ.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. પાણી ભરાયેલા ખાડામાં આ કિશોર નાહવા ગયો હતો. ત્યારે ડુબી જતા મોત આંબી ગયું હતું. ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા. નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ વિસ્તારના જાગૃત નાગરિક શંભુભાઈ બાવલાભાઈ કોળીએ જણાવ્યું હતું કે, નજીકમાં વિકાસકાર્ય માટે અહીંથી માટી ઉપાડવામાં આવી હતી. જેના કારણે ખાડો કરાયો હતો. ત્યારે થોડે દૂર પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરે છે. જેના આ ખાડાને કોર્ડન કરી ભયજનક જાહેર કરાય તેવી માંગ કરાઈ હતી. અન્યથા વધુ કોઈ મહામુલી માનવ જીંદગી ભરખાવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી.
Post a Comment