ટેન્કરમાંથી 11 લાખનું કેમિકલ સગેવગે કરાયું
આજરોજના કંડલાના ટર્મિનલમાંથી એનહેઝીન નામનું કેમિકલ ભરીને નીકળેલા ટેન્કરચાલકે હરિયાણામાં વાહન રેઢું મૂકી તેમાંથી રૂા. 11, 16, 448નું કેમિકલ કાઢી બારોબાર વેચી મારતા ચાલક વિરુદ્ધ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગર 9-C. A. S, ચેમ્બરમાં ચામુંડા રોડલાઇન્સ નામની પેઢી ચલાવતા ફરિયાદી સહદેવસિંહ પેશકારસિંહ યાદવને મૃદુલા ડિટરજન્ટ પ્રા. લિ, ગાઝિયાબાદ ઉત્તરપ્રદેશે કંડલા પોર્ટથી એનહેઝીન નામનું કેમિકલ ગાઝિયાબાદ પહોંચાડવા ઓર્ડર આપ્યો હતો. ફરિયાદીએ પોતાના ટેન્કરચાલક રાવતારામ સુરતારામને ફોન કરી કંડલાના એજીએસ વોર્પક ટર્મિનલમાંથી કેમિકલ ભરી ગાઝિયાબાદ પહોંચાડવા જણાવ્યું હતું. દરમ્યાન આ ચાલક કેમિકલ ભરી ફરિયાદીની ઓફિસેથી ખર્ચીના પૈસા લઇ અહીંથી નીકળ્યો હતો. ફરિયાદીના મેનેજર કમલેશભાઈ ને કુશવાહાને જણાવ્યું હતું. કે, તે હરિયાણાના બેહલ ગામ પહોંચ્યો છે
Post a Comment