સતાપર ગોવર્ધન પર્વત ખાતે 1000 નવા વૃક્ષોનું વાવેતર કરાયું

 સતાપર ગોવર્ધન પર્વત ખાતે 1000 નવા વૃક્ષોનું વાવેતર કરાયું

અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલા ગોવર્ધન પર્વત ખાતે બિપોરજોય વાવાઝોડામાં અસંખ્ય વૃક્ષોનો નાશ થયા બાદ સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રીકમદાસજી મહારાજ દ્વારા નવા 1000 વૃક્ષોનું વાવેતર કરી દરેક સમાજ આ સેવાયજ્ઞમાં જોડાય તેવી પ્રેરણા આપી હતી. અહીં નોંધવું રહ્યું જ્યારે બિપોરજોય વાવાઝોડું ટકરાયું હતું તે ગંભીર પરિસ્થિતિમાં લોકો દુ: ખી ન થાય તે ઉદ્દેશથી મહંત ત્રિકમદાસજીએ જાતે હાજર રહી 2000 ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા હતા.

આ વૃક્ષારોપણના સેવા કાર્યમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, ગોપાલભાઇ માતા, માદેવાભાઇ બતા, વિક્રમભાઇ આહિર, ડેકાભાઇ માતા, હમીરભાઇ માતા, વિપુલભાઇ પટેલ, રાજેશભાઇ સોલંકી, રાઘાભાઇ માતા, મેહુલભાઇ ઠક્કરક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, તીર્થધામ ખાતે અગાઉ પણ હજારોની સંખ્યામાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી - રીપોર્ટ બાય - હિનલ જોર્ષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain