ઓખા-કંડલામાં પહેલીવાર 10 નંબરનાં સિગ્નલ, લેન્ડફોલ સમયે 150ની ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગે વાવાઝોડાંની ભયાનકતા બતાવી

 ઓખા-કંડલામાં પહેલીવાર 10 નંબરનાં સિગ્નલ, લેન્ડફોલ સમયે 150ની ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગે વાવાઝોડાંની ભયાનકતા બતાવી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપરજોય વાવાઝોડું ગુજરાતીની નજીક પહોંચ્યું છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. 

ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain