અબડાસાના જખૌ પાસેના ઇબ્રાહિમપીર બેટ પરથી BSFને વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું

 અબડાસાના જખૌ પાસેના ઇબ્રાહિમપીર બેટ પરથી BSFને વધુ એક ચરસનું પેકેટ મળી આવ્યું

કચ્છના પશ્ચિમિ સાગર કાંઠેથી ફરી એક વખત ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આજે બુધવારે 102 Bn BSF અને NIU ના સૈનિકો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અબડાસા તાલુકાના જખૌ કાંઠાથી લગભગ 15 કિલોમીટર દૂર નિર્જન સ્થળે આવેલા ઇબ્રાહિમ પીર બેટ પરથી આશરે 1100 ગ્રામ વજનનું ચરસનું 01 વધુ એક પેકેટ બિનવારસી હલતમસ મળ્યું આવ્યું હતું. મળી આવેલા પકેટને હસ્તગત કરી સલામતી દળો દ્વારા આગળની તપાસ માટે મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત માસથી ફરી પશ્ચિમ તરફના સાગર કાંઠેથી માદક પદાર્થના પેકેટ સમયાંતરે મળી રહ્યા છે.

આ અંગે બોર્ડર સિક્યોરીટી ફોર્સની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ એપ્રિલ માસના મધ્યભાગથી અત્યાર સુધીમાં ચરસના કુલ 29 પેકેટ જખૌ કિનારેથી મળી આવ્યા છે. બીએસએફ દ્વારા જાખાઉ કિનારે અલગ પડેલા બેટ્સની વ્યાપક શોધ શરૂ કરવામાં આવી છે.

આ પેકેટ ચરસના પેકેટ જે અગાઉ રિકવર કરવામાં આવ્યું હતું તે મુજબનું જ છે. જે ઊંડા સમુદ્રના મોજા સાથે ધોવાઈને ભારતીય કિનારે પહોંચ્યું હોવાનું જણાય છે. આ પેકેટને સલામતી દળના જવાનો દ્વારા હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain