ભચાઉ પોલીસ મથક નું ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એ કર્યું

 ભચાઉ પોલીસ મથક નું ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એ કર્યું

કચ્છ ના પ્રવેશદ્વાર ગણાતા હાઇવે પર આવેલા ભચાઉ પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભચાઉ પોલીસ મથક હેઠળના આંબરડી આઉટ પોસ્ટ ની મુલાકાત લીધી હતી અને નેર ગામ ની મુલાકાત લઈ આંબરડી અને નેર ગામ ના લોકો સાથે કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી તો નેર ગામ અનુસુચિત જાતિ ના મહોલ્લામાં રહેતા પરિવારો ની મુલાકાત લઈ એસપી મહેન્દ્ર બગડીયા એ કાયદો અને વ્યવસ્થા અંગે તથા બાળકો ને શિક્ષણ આપવા અને ઓનલાઇન સાયબર ક્રાઇમ થી થતાં ફોડ થી દુર રહેવા હાકલ કરી હતી તદ્ઉપરાંત ગામ લોકો ને સંપીને રહેવા જણાવ્યું હતું સરકાર ની વિવિધ યોજના અંતર્ગત યોજનાઓ નો લાભ લેવા તથા વ્યાજખોરી થી દૂર રહેવા જણાવ્યું હતું અને બેંક કે અન્ય સરકારી સંસ્થા દ્વારા લોન કે સહાય મેળવવા જણાવ્યું હતું ત્યારબાદ ભચાઉ ખાતે ભચાઉ વેપારી મંડળના સભ્યો તથા વેપારીઓ સાથે ચર્ચા કરી હતી 

ભચાઉ શહેર પોલીસ મા કાયદો અને વ્યવસ્થા જાળવવા ટ્રાફિક સમસ્યા તથા ભચાઉ પોલીસ મથક મા સ્ટાફ ઘટ અંગે રજૂઆત કરી હતી ભચાઉ પોલીસ મથક ના ઇન્સ્પેક્શન દરમિયાન ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પોલીસ ઈન્સ્પેક્ટર એ. બી પટેલ પીએસઆઇ આર. જે. સિસોદીયા પી. એન ગમાર એન. પી. ગૌસ્વામી મહિપતસિંહ ચુડાસમા બળદેવસિંહ જાડેજા નરેન્દ્રસિંહ પરમાર મોહનભાઇ સોનારા ભચાઉ વેપારી મંડળના હર્ષદભાઈ ઠક્કર વેપારી મંડળ પ્રમુખ ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા ભરતભાઈ કાવતરા અશોકસિંહ ઝાલા ભરતભાઈ ઠક્કર રાજુભાઈ સોની અંબાલાલ ઠક્કર અશ્વિનભાઈ ઠક્કર એપીએમસી ચેરમેન વાઘુભાઈ જાડેજા ઉમિયા શંકર જોશી વિકાસ રાજગોર અરજન રબારી વિજયભાઇ ગામી ગોવિંદ ભાઈ સથવારા રવજી આહિર નાનજીભાઈ બારોટ સુનિલ જોશી કરમસી પટેલ નાનજીભાઈ કાંઠેચા રમેશ ભાઈ કોળી વેલજીભાઇ કાંઠેચા અશોક ભાઈ ઠક્કર રજનીકાંત પારેખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
0/Post a Comment/Comments

Stay Conneted

Domain