ખોટી અને ગેરબંધારણીય રીતે તોડવામાં આવી રહેલ વકફ મિલકતોની તોડ ફોડ ની કામગીરી તાકીદે રોકવા તેમજ કાયદાનું ભંગ કરી તોડી પડવામાં આવેલ સમગ્ર રાજ્યની તમામ વકફ મિલકતોને વકફ બોર્ડના ખર્ચે ફરી પછી મૂળ સ્થીતીમા લાવવામાં આવે : ઉમરદરાઝ ચશ્માવાલા

  ખોટી અને ગેરબંધારણીય રીતે તોડવામાં આવી રહેલ વકફ મિલકતોની તોડ ફોડ ની કામગીરી તાકીદે રોકવા તેમજ કાયદાનું ભંગ કરી તોડી પડવામાં આવેલ સમગ્ર રાજ્યની તમામ વકફ મિલકતોને વકફ બોર્ડના ખર્ચે ફરી પછી મૂળ સ્થીતીમા લાવવામાં આવે : ઉમરદરાઝ ચશ્માવાલા

બંધારણ સર્વોપરી ને ધ્યાને લઇ ઉમરદરાઝ ચશ્માવાલા દ્વારા મુખ્ય મંત્રી શ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ ને લેખિત રજૂઆત કરી જણાવેલ છે કે.

હાલમાં સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વકફ મિલકતોને તોડવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. વકફ અધિનિયમ ૧૯૯૫ સુધારા ૨૦૧૩ અને સુધારા ૨૦૨૦ ની કલમ ૩(આર), ૫૧, ૮૫, ૧૦૪(એ), ૧૦૮(એ), ની જોગવાઈઓ મુજબ વકફ મિલકતોના વેચાણ થી લઇ સંપાદન તેમજ ન્યાયક્ષેત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તેમ છતાં વકફના કાયદાની જોગવાઈઓનું ભંગ કરી સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વકફ મિલકતોની તોડ ફોડ કરવાન કિસ્સાઓ સામે આવી રહ્યા છે. 

તાજેતરમાં દાહોદની નગીના મસ્જીદ તોડવાના કિસ્સામાં પણ એવું જ થયું છે. કે સદર મસ્જીદ વકફમા નોંધાયેલ હોવાની તેમજ વક્ફના કાયદાની જોગવાઈઓની કલેકટરશ્રી તેમજ અન્ય અધિકારીશ્રીઓ ને વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીશ્રી તથા ધારાસભ્યશ્રી ઈમરાન ભાઈ ખેડાવાલા અને બે પૂર્વ ધારાસભ્યો ગયાસુદ્દીન ભાઈ શેખ અને જાવેદ ભાઈ પીરઝાદા દ્વારા લેખિતમા જાણ કરવા છતાં સદર વકફ મિલકતને જમીનદોસ્ત કરી નાખવામાં આવેલ છે. સદર મસ્જીદ ૧૯/૧૧/૧૯૫૩ ના રોજ બી.પી.ટી એકટ ની જોગવાઈઓ મુજબ નોંધવામાં આવેલ હતી અને વકફનો કાયદો અમલમાં આવતા તેને વકફ બોર્ડની કચેરી ખાતે તબદીલ કરવામાં આવેલ છે. બી.પી.ટી. એક્ટ હેઠળ કોઈપણ સંસ્થાની નોંધણી કરતા પેહલા બી.પી.ટી. એક્ટની કલમ ૭૯(૧) મુજબ જે તે મિલકત ટ્રસ્ટની છે કે નહિ તે ચેરીટી કમિશ્નર સાહેબશ્રી દ્વારા નક્કી કરવામાં આવે છે. શું સદર મસ્જિદની નોંધણી કરતા પેહલા જે તે સમય ચેરીટી કમિશ્નર સાહેબશ્રી દ્વારા સદર મીલ્કતની માલિકીના દસ્તાવેજો ની ચક્સણી કાર્ય વગર ટ્રસ્ટની નોંધણી કરી દેવામાં આવી હશે?

આવી ગેરકાયદેસર રીતેની તોડ ફોડ થી ફક્ત વકફના કાયદાનું જ ભંગ થતું નથી વકફના કાયદાની સાથે બી.પી.ટી એક્ટ અને પ્લેસીસ ઓફ વર્શીપ એકટ ૧૯૯૧ ની જોગવાઈઓનું પણ ભંગ અને અપમાન થયેલ છે. જો સરેઆમ કાયદાનું ભંગ કરવામાં આવતું હોય અને તે લગત કાયદા વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં ન આવે તે પણ કાયદાની દ્રષ્ટીએ યોગ્ય અને વ્યાજબી નથી.

વકફ મિલકતોના રક્ષણ અને નીભાવની જવાબદારીઓ રાજ્ય વકફ બોર્ડની હોય છે. જેથી સદર વકફ મિલકતોને ફરી પછી મૂળ અસલ સ્થીતીમાં લાવવાની જવાબદારીઓ રાજ્ય વકફ બોર્ડને આપવામાં આવે. અને વકફ બોર્ડ દ્વારા વસુલ કરવામાં આવતા વકફ ફાળાની રકમ માંથી સદર મિલકતો ફરી પાછી ઉભી કરવા અંગે વકફ બોર્ડને હુકમ કરવા વિનંતી કરેવામાં આવી છે.

તેમજ સદર રજૂઆત ને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ તે લગત વહેલીતકે યોગ્ય કામગીરી કરવામાં નહિ આવે અને જો આવી જ રીતે સરેઆમ કાયદાનું ભંગ થતું રહેશે તો કાયદાના રક્ષણ માટે નાછુટકે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરી ન્યાયિક દાદ માંગવા અંગે ની કામગીરી કરવામાં આવશે એવું ચશ્માવાલા એ મુખ્યમંત્રીશ્રી સહીત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જણાવેલ છે. - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain