અંજારમાં સામે આવી ડબલ મર્ડરની ઘટના, મોડી રાત્રે ધોકા લઈને તૂટી પડ્યા

 અંજારમાં સામે આવી ડબલ મર્ડરની ઘટના, મોડી રાત્રે ધોકા લઈને તૂટી પડ્યા....

આજ રોજ અંજારમાં સામે આવી ડબલ મર્ડરની ઘટના, મોડી રાત્રે ધોકા લઈને તૂટી પડ્યા. પૂર્વ કચ્છ અંજારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અંજારના ક્રિષ્ના નગર સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટના બની છે. હકિકતમાં અંજારના દબડા વિસ્તારમા ચોરીની શંકાએ બે શખ્સોને માર મારવામાં આવ્યો હતો. બેટરી ચોરી કરવા આવ્યા હોવાની શંકાએ 3 શખ્સોએ બે લોકોને માર માર્યો હતો. ગઇકાલે રાત્રે બનેલો બનાવ હત્યામાં પલટાયો હતો. આ બન્નેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. 

જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા બન્ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમના મોત થયા હતા. હાલમાં બન્નેના મૃતદેહને ભુજની જી. કે જનરલ હોસ્પિટલમાં પીએમ માટે લવાયા છે. પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain