ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા સમરકેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર નું બાળકોમાં સિંચન થાય એવી રમત ગમતો નો સમાવેશ કરવામાં આવ્યું હતો

 ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા દ્વારા સમરકેમ્પ નું આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર નું બાળકોમાં સિંચન થાય એવી રમત ગમતો નો સમાવેશ કરવામાં આવ્યું હતો

મુંદરા શાખા - ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં કાર્યો ની સાથે બાળકો અને  યુવાધન માં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો નું પણ સિંચન થાય એવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે હાલમાં બાળકો માટે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના મહિલા સંયોજિકા શ્રીમતી પ્રિયંકાબેન, સહ સંયોજિકા હેતલબેન ઉમરાણીયા, મમતાબેન અને એમની ટીમ દ્વારા ૧ મે થી ૬ મે સુધી સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમર કેમ્પનું પ્રારંભ સૌ પ્રથમ પધારેલા  મહેમાનો ડો. રાહુલભાઈ  પટેલ, એડવોકેટ જીજ્ઞાબેન રાવલ, મહિલા સંયોજિકા શ્રીમતી પ્રિયંકાબેન, નેહલબેન ના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય  કરવામાં આવ્યું હતું. આ સમરકેમ્પ માં બાળકો માં  ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર નું સિંચન થાય એવી રમત ગમતો નો સમાવેશ કરવામાં આવ્યું હતુ અને સાથે સાથે બાળકો માં ઉત્સાહ વધે  અને  મસ્તી માણી શકાય એ વિષય પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

સમર કેમ્પ માં 55 થી 60 જેટલા બાળકોનું રજી્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમની વય મર્યાદા 6 થી 13 વર્ષ સુધી ના બાળકો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમર કેમ્પ માં બાળકો માટે વિવિધ પ્રકારની રમત ગમતો નક્કી કરવામાં આવી હતી જેમાં મંડલા આર્ટ, ફાયરલેસ કુકિંગ, યોગા, ડાન્સ, બાળ સંસ્કાર, આર્ટ અને ક્રાફટ, પેન્ટિંગ જેવી અવનવી રમત ગમત નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સમર કેમ્પ ના પહેલા દિવસે જ બાળકોમાં  ખૂબ ઉત્સાહ અને ખુશી નો માહોલ જોવા મળી રહ્યો હતો આમ બાળકો ને જુદી જુદી નવી રમત ગમતો રમી અને ખૂબ જ આનંદિત થયા હતા. આ કાર્યકમ નું આયોજન શ્રી સરસ્વતી વિદ્યામંદિર  (શીશુમંદિર  સ્કૂલ) બારોઈ મધ્યે કરવામાં આવ્યું હતું - કપિલ વ્યાસ પ્રસાર પ્રચાર સંયોજક મુંદરા શાખા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain