રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક માં જુદા જુદા પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી
આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી ના અધ્યક્ષ સ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં રાપર તાલુકા ના વિવિધ ગામો અને વાંઢ વિસ્તારમાં પીવા ના પાણી મુદ્દે આકરા પાણીએ રજૂઆત થઈ હતી જેમાં અનેક ગામોમાં અને વાંઢ વિસ્તારમાં પંદર દિવસ થી પાણી આવ્યું નથી તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી તદ્ઉપરાંત જુદા જુદા અગિયાર પ્રશ્ર્નો ની રજૂઆત કરવામાં આવી હતી બેઠક મા મામલતદાર કે આર ચૌધરી ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા જયદીપસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી મોઢેરા બાંધકામ ના જે. એમ ટાંક પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઈજનેર એ.બી.પ્રજાપતિ દિનેશ ભાઈ સોલંકી કિશોર મહેશ્વરી વેટરનરી ડો પ્રજાપતિ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી રાજભાઈ બારી રામજીભાઈ ચાવડા નાયબ મામલતદાર એચ બી વાઘેલા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા ડેપો મેનેજર જે.પી જોશી સહિત ના રાપર તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નગરપાલિકા પાણી પુરવઠા જળસિંચન પેટા વિભાગ મહેસુલ વિભાગ આંગણવાડી એસ.ટી વન વિભાગ પીજીવીસીએલ માર્ગ મકાન વિભાગ સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
Post a Comment