બનાસકાંઠાના ડીસા માંથી ગેરકાયદેસર સિગરેટનો જથ્થો ઝડપાયો
SOGની ટીમે જલારામ એન્ટરપ્રાઇઝ માંથી પ્રતિબંધિત સિગરેટ ઝડપી, 55 હજારના મુદ્દામાલ સહિત વેપારીની કરી અટકાયત
બનાસકાંઠા મા અવારનવાર આવી પ્રવૃત્તિ ઓ બનતી હોય છે ત્યારે ડીસા શહેરમાં SOGની ટીમે 55 હજારનો ગેરકાયદેસર સિગરેટનો જથ્થો જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી કરી ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપ્યો હતો.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત અને ગેરકાયદેસર ચીજ-વસ્તુઓનું વેચાણ ખૂબ જ વધી રહ્યું છે. તે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ફુવારા સર્કલ પાસે ગેરકાયદેસર સિગરેટનો જથ્થો હોવાની માહિતી મળી હતી. ત્યારે SOGની ટીમે જલારામ એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરી હતી તેમાં કુલ 55 હજાર જેટલો પ્રતિબંધિત સિગરેટ નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો
Post a Comment