રાપર તાલુકા ના લોદ્રાણી ખાતે લોકો ને સરહદ ની રક્ષા કરવા હાકલ કરતા જિલ્લા પોલીસ વડા

 રાપર તાલુકા ના લોદ્રાણી ખાતે લોકો ને સરહદ ની રક્ષા કરવા હાકલ કરતા જિલ્લા પોલીસ વડા

રાપર હાલ ભારત ના પાડોશી દેશ પાકિસ્તાન મા માજી વડા પ્રધાન ઈમરાન ખાન ની ધરપકડ કરવા મા આવી છે ત્યારે કચ્છ સરહદ નજીક ના સિધ ના મીઠી અને નગરપારકર મા પાકિસ્તાન ની આર્મી તૈનાત કરવામાં આવી છે ત્યારે કચ્છ જિલ્લા ના વાગડ વિસ્તારના રાપર તાલુકા ની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા પ્રાંથણ વિસ્તારના બાલાસર પોલીસ મથક હેઠળના લોદ્રાણી કુડા શિરાંની વાંઢ મૌઆણા બેલા ડોરા થાણા સહિત ના સરહદી વિસ્તારોમાં આવેલ બીએસએફ અને આર્મી તૈનાત કરવામાં આવી છે ત્યારે બાલાસર પોલીસ મથક હેઠળના લોદ્રાણી કુડા કે જ્યાં થી આઝાદી પહેલાં પાકિસ્તાન નો માર્ગ રસ્તે રણ વાટે આવન જાવન હતી ત્યારે સરહદી વિસ્તાર ધરાવતા ગામો મા લોકો ને જાગૃત કરવા માટે અને સરહદી વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર ને એલર્ટ કરવામાં આવેલ છે 

તે અન્વયે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ બોર્ડર વિસ્તારના લોદ્રાણી કુડા ગામની મુલાકાત લીધી હતી અને લોકો ને સરહદ તથા માતૃભૂમિ નુ રક્ષણ કરવા માટે હાકલ કરી એસપી મહેન્દ્ર બગડીયા એ ગામ લોકો ને જણાવ્યું હતું કે બોર્ડર વિસ્તારમાં અજાણ્યા શખ્સો કોઈ સંગ્ધિત ચીજ વસ્તુઓ ડ્રગ્સ કે અન્ય કોઇ દેશ વિરોધી કે સમાજ વિરોધી વસ્તુઓ જોવા મળે તો નજીક ના પોલીસ મથક કે પોલીસ અધિકારી સરહદ પર તૈનાત બીઓપી પર જાણ કરવા અનુરોધ કર્યો હતો 

આજે મળેલી બેઠકમાં એસપી મહેન્દ્ર બગડીયા બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર દુર્ગાદાધ ગઢવી રામજીભાઈ Psi ડી.એલ.ખાચર અમરસિંહ મોરી પ્રકાશભાઈ દેહરાણીયા જોઈતાભાઈ રાઠોડ દશરથભાઈ ચૌધરી  લોદરાણી ગ્રામ પંચાયત સરપંચ શક્તિસિંહ વાઘેલા અથવા ગામના આગેવાનો ઘનુભા વાઘેલા રતનસિંહ વાઘેલા ઈશાક ભૂરા કુંભાર ભાણાભાઈ અનુ. જાતિ આગેવાન તથા ગામના આગેવાનો હાજર રહ્યા.આમ આજે બોર્ડર એરીયા પર આવેલા ગામો ના નાગરિકો ને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ જાગૃત કરી દેશભાવના જગાવી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain