આદિપુરમાં ચેટજી ગુલાબી શામ અંતર્ગત યોજાયો ગીત-સંગીતનો રંગારંગ કાર્યક્રમ

 આદિપુરમાં ચેટજી ગુલાબી શામ અંતર્ગત યોજાયો ગીત-સંગીતનો રંગારંગ કાર્યક્રમ

ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સિંધોલોજીના ઉપક્રમે બે દિવસીય ચેટજી ગુલાબી શામ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ કરાયેલા ગીત, સંગીત, નૃત્ય તથા નાટકનો શ્રોતાઓએ ભરપૂર આનંદ માણી કલાકારોને બિરદાવ્યા હતા. પ્રથમ દિવસે ગીત-સંગીતના કાર્યક્રમમાં સ્વ. સુગન આહુજાની રચના સિંધ છડે અજુ સિંધી આયા, તુલશી મંગતાણી તથા સપના રાયસિંઘાણીએ રજૂ કરી હતી. 

જીઓ સિંધી સુહિણા, આંઉ આહિયાં સિંધી બોલી તથા અન્ય રચનાઓને મુકેશ તિલોકાણી, સિમરન ટિલવાણી, વિશ્ની ઈસરાણીનો સ્વર સાંપડયો હતો તો કાજલ છાયાએ સંગીતના સુરો રેલાવ્યા હતા. લાલ સાંઈના પંજડા તથા ગીતો પર દર્શકો જુમી ઉઠયા હતા. બીજા દિવસે બે નાટક રજુ કરાયા હતા. 

ગાવિંદ માલ્હી રચિત નાટક મુહુ જે કિનારે માં મુકેશ તિલોકાણી અને મહેશ ખિલવાણી (દિગ્દર્શન પણ) એ અભિનય આપ્યો હતો. ગંભીર પ્રકારના આ નાટકમાં જીવન ખુબસુરત છે. તેને જીવવા તથા માણવા લાયક હોવાનું દર્શાવાયું હતુ. પત્નીના દુ: ખી જીવનની રજુઆત એટલે સ્વ. સુંદર અગનાણી લિખિત નાટક શલ ન સુબહ થિએ. જેમાં સાહિબ બિજાણીના દિગ્દર્શનમાં તુલશી થાવાણી, કોમલ દયાલાણી, રાહુલ આસનાણી, પાયલ માયદાસાણી તથા રિતુ મુલચંદાણીએ અભિનય આપ્યો હતો. 

' બે નૃત્યોમાં ભગત કંવરરામના રેકોર્ડેડ ગીત લોલી ડેવા પર શિવાંગી સિંગ, જ્યારે માસ્ટર ચંદર રચિત અને મંજુશ્રી આસુદાસાણીના ગાયેલા શૃંગાર ગીત પર કરીશ્મા તિલોકાણીએ આકર્ષક નૃત્યો રજુ કર્યા હતા. આ ઉપરાંત ભગવંતી નાવાણીએ ગાયેલા ગીત પર મહિમા ચેતનાણીના દિગ્દર્શનમાં જ્યોતિ ટિલવાણી, દ્વિશા ચેતનાણીએ સમૂહ નૃત્ય રજુ કર્યુ હતુ તેમજ તાશના એક-એક પત્તાનો અર્થ સમજાવ્યો હતો. બારણા બોલમાં આયુષ સાવલાણી, દેવાંશ સાવલાણી, રાશિ મૂલચંદાણીએ કવિતાઓ રજુ કરી હતી. જેમાં વચ્ચે સિંધી કહેવતો અને રૂઢિપ્રયોગો રજુ કરી નવતર પ્રયોગ કરાયો હતો. '' તાજેતરમાં સિંધી સમાજ માટે દુ: ખની બીના બની હતી. સાહિત્યકારો સુંદર અગ્નાણી, લક્ષ્મણ દુબે અને ટેકચંદ મસ્તનું નિધન થતાં તેમને બે મીનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અપાઈ હતી. કલાકાર પરીચય તથા સંચાલન સિંધોલોજીના નિર્દેશક સાહિબ બીજાણીએ આગવી શૈલીમાં કર્યુ હતું. '

0/Post a Comment/Comments

Stay Conneted

Domain