વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નું માદરે વતન અને વડનગર ના હિરલબેન પરેશભાઈ દેશાઇ એ પાટણ માં કર્યો રણ ટંકાર

 વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નું માદરે વતન અને વડનગર ના હિરલબેન પરેશભાઈ દેશાઇ એ પાટણ માં કર્યો રણ ટંકાર

પાટણ પંથકમાં રબારી સમાજ નુ આગવું પ્રભુત્વ હોવાથી ગાંધીનગર કમલમ થી પાટણ લોકસભા ચૂંટણી સમયે પ્રભારી તરીકે હિરલબેન પી દેશાઇ રબારી પર ઉતારી પસંદગી

પાટણ સર્કિટ હાઉસ માં પ્રથમ મીટીંગ માં જ હિરલબેન પરેશભાઈ દેશાઇ એ પોતાના અનુભવથી  પાટણ ભાજપના લોકસભાના ઉમેદવાર ને જંગી મતોથી વિજયી બનાવવા કરી હાકલ

પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી બન્યાં બાદ હિરલબેન દેસાઇની પ્રથમ બેઠકમાં જ રણટંકાર કરાયો

પાટણનું કમળ સૌથી વધુ લીડ સાથે આગામી લોકસભામાં નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરાશે: હિરલબેન દેસાઇ

સી.આર.પાટીલ સાહેબ તથા દિપિકાબેન સરડવાજીનો જિલ્લા પ્રભારી બનાવવા બદલ હિરલબેન દેસાઇએ આભાર માન્યોં.. 

પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બેઠકનો લક્ષ્યાંક 2024 લોકસભાની ચૂંટણીની તૈયારી.. 

પાટણ મહિલા મોરચાની બેઠક ઉત્તર ઝોનના પ્રભારી અરુણા બેન ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઈ.. 

પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મોરચાના ઉપાધ્યક્ષ અરુણાબેન ચૌધરી, પાટણ જિલ્લા અધ્યક્ષ સુષ્માબેન, મહિલા મોરચા જિલ્લાના મહામંત્રી શ્રીઓ હોદ્દેદારોશ્રી, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખ મહામંત્રીશ્રી. કારોબારી સદસ્ય બહેનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.  આ પ્રસંગે મહિલા મોરચાના પાટણ જિલ્લા પ્રભારી હિરલબેન દેસાઇએ હાજર તમામનો આભાર માન્યો હતો. મહિલા મોરચાની મળેલી બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીમાં પાટણનું કમળ ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અર્પણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યોં હતો.  

આ પ્રસંગે મહિલા મોરચાના પાટણ જિલ્લા પ્રભારી હિરલબેન  દેસાઇએ બેઠક દરમિયાન સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પાટણની આ બેઠકમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી મને જ્યારે પ્રભારી તરીકેની જવાબદારી મળી છે ત્યારે આ મારી પહેલી બેઠક છે આપ સૌને મળીને સાચા અર્થમાં મને ખૂબ આનંદ થાય છે કારણ કે આપ સૌએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં ખૂબ યોગદાન આપ્યું છે હું પણ મારી જાતને નસીબદાર ગણું છું કે મને જ્યાં મહિલા સશક્તિકરણની સૌથી મોટું ઉદાહરણ છે આ ધરતી પરથી ગુજરાતને મુખ્યમંત્રી મળ્યા હતા આનંદીબેન પટેલ સાહેબ આ ધરતી રાણકીવાવ વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ પામેલ છે હું પણ મારી જાતને નસીબદાર ગણુ છું.

જ્યારે વધુમાં પાટણ મહિલા મોરચાના પ્રભારી હિરલબેન દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે,  દેશના વડાપ્રધાન જેમને મહિલા સશક્તિકરણ માટે સમગ્ર દેશમાં ઝુંબેશ ચલાવી મહિલાઓના આર્થિક સામાજિક રાજકીય કુટુંબી દરેક જગ્યાએ સશક્તિકરણ માટે જવાબદાર છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જન્મભૂમિ સ્થાન એટલે વડનગર ની ધરતી ઉપરથી હું આવું છું હું પણ મારી જાતને નસીબદાર ગણું છું એટલે હું પહેલા તો પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું ખાસ કરીને સી. આર. પાટીલ સાહેબ અને ડૉ દિપીકા બહેન સરડવાજી નો આભાર માનું છું આપ સૌના વચ્ચે કામ કરવાની મને તક આપી બહેનો અહીંયા જે કોઈ બહેનો અહીંયા ઉપસ્થિત છે આ બહેનોને મારી એક જ વાત જણાવી છે કે દરેક વ્યક્તિ ઇતિહાસ સર્જવા માટે જન્મ લે છે મહારાણી લક્ષ્મીબાઈએ જન્મ લીધો હશે તો એને ઝાંસીની સુરક્ષા માટે જન્મ લીધો હતો. મારી બહેનો આવનારા વર્ષમાં આખેઆખું ચૂંટણીનું વર્ષ છે નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને મજબૂત કરવા માટે અને એમને જે આપણી દીકરીઓને મહિલાઓને જે પ્રમાણે આકાશી સફળતા અપાવી છે એ પ્રમાણે આપણે ઋણ ચૂકવવાનો એક અવસર છે આપણે બધા ભેગા થઈને સંયુક્ત પણે ઘરે ઘરે જઈને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટેની જે યોજનાઓ છે

પાટણ ખાતે મળેલી ભાજપની બેઠકમાં કેરાલા સ્ટોરી કેરાલા ફાઇલ્સ મુવી જોવા બહેનોને હાકલ કરાઇ 

કેરાલા સ્ટોરી કેરાલા ફાઈલ્સ આ એક મૂવી અત્યારે આવી છે જે જોવી ખુબ જ જરુરી છે. કારણ કે કઇ રીતે લવ જેહાદની જાળ બનાવવામાં આવે છે અને કઇ રીતે આ ષડયંત્રમાં  દીકરીઓ બહેનો લવજેહાદ નો ભોગ બની રહી છે જેથી બહેનોને આ મુવી ખાસ જોવા હાકલ કરાઇ હતી. આવનાર દિવસોમાં આપણી દીકરીની રક્ષા કરવી હોય તો આવી જે મુવી આવી હોય તો બતાવવી. આપણા દેશનું નેતૃત્વ વિદેશ કક્ષાએ સુષ્મા સ્વરાજજી એ કર્યું હતું આજે આપણે એમને પણ યાદ કરવા જોઈએ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતની અને ભારત વર્ષની દીકરીઓ માટે અને બહેનો માટે ખૂબ કામો કરે છે અને ખૂબ બધી યોજનાઓ બનાવી છે એકે એક યોજનાઓનો વ્યાપ વધારવાનું કામ મહિલા મોરચા એ જ કરવું પડશે આપણે પણ પાર્ટીના માધ્યમ દ્વારા કમલ મિત્ર નો કાર્યક્રમ આવ્યો છે એ કાર્યક્રમને પણ આપણે લોકો સુધી લઈ જવાનું કામ કરવું પડશે. ભારતીય જનતા પાર્ટીમાં મહિલા મોરચાનું સ્થાન આગવુ છે 50% મહિલાઓ અને 50% પુરુષો 50% મહિલાઓ એક સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબને જીતાડવાનું કમલ કશી લે તો સૌથી રેકોર્ડ બ્રેક બનાવી શકાય

આવનારા દિવસોમાં ભાજપની સેનાએ ભેગા મળીને મંડળે મંડળ નહીં પણ બુથ સુધી આપણે જવાનું છે

પાટણ ખાતે મળેલી આ બેઠકમાં હાકલ કરવામાં આવી હતી કે, આવનારા દિવસોમાં ભાજપનો ગઢ મજબૂત કરવા માટે આપણે સૌ ભાજપની સેનાએ ભેગા મળી મંડળે મંડળ સુધી નહી પણ બુથ સુધી આપણે જવાનું છે.  આવતીકાલનું. ભારત આપણે બનાવવાનું છે આવતીકાલનું શ્રેષ્ઠ ભારત આપણે બનાવવાનું છે,. આવતીકાલનું સ્વર્ણિમ બનાવવાનું છે, આવનારા દિવસોની અંદર આ દેશ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની કડી મહેનતથી આગળ વધી રહ્યો છે ગુજરાત રાજ્યની જે રીતે પદે અધ્યક્ષ સી આર પાટિલ સાહેબ, અને મુદુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે પ્રગતિ થઈ રહી છે એ રીતે આપણે સૌ બહેનોએ પણ મહેનત કરીને આ યુદ્ધના આરંભમાં આપણે પણ જોડાઈ જવાનું છે અને 2024 ની અંદર ખૂબ જ વધારે લીડ થી ગુજરાતમાંથી 26 એ 26 કમળ દિલ્હી પહોંચે જેમાં આપણું પાટણનું કમળ સૌથી વધારે મતોથી વિજય બનીને નરેન્દ્ર ભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ આજે આપ સૌની વચ્ચે મારે આવવાનું થયું મારી પહેલી બેઠક છે ભવિષ્યમાં આપણે સૌ મળતા રહીશું આવનારા દિવસોની અંદર બધા ભેગા મળીને મંડળે મંડળ નહીં પણ બુથ સુધી આપણે જવાનું છે મારો પણ પ્રવાસ આપ. સૌની સાથે જ રહેશે.. મારો સાથ પણ આપ સૌની સાથે જ રહેશે બેન શ્રી સુષ્માબેન અને આખી ટીમ પાટણના છેવાડાના ગામ સુધી કામે લાગી જાય તેમને પણ મારું સૂચન છે •  શું છે આ કમલમિત્ર અભિયાન,હિરલ દેસાઈ એ સંપૂર્ણ માહિતી આપી.. 

કલમમિત્ર અભિયાનમાં સરકારશ્રીની મહિલાઓને લગતી જે યોજનાઓ છે એ ૧૫ જેટલી યોજનાઓને અલગ તારવી છે. એ યોજનાનો કેમ લાભ મળે શું એમાં વિગત ભરવી, કયા કયા ડોક્યુમેન્ટ જાેડવા, આ ફોર્મ ક્યાં જમા કરાવું, અને કોણે આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એવી તમામ બાબતથી બહેનોને તાલીમ આપવામાં આવશે.  ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકિય ગતિવિધિઓ ઉપરાંત બહેનોને આત્મનિર્ભર સશક્ત, સ્વાલંબી કરવા દરેક સ્તરે કમલમિત્ર બહેનોની  ટીમ  તૈયાર કરવામાં આવશે. 

જરુરિયાતમંદ બહેનોને એમને મળવાપાત્ર લાભ મળી રહે તેવા શુભહેતુથી આ અભિયાન છે, કામ કરનાર બહેનોને પણ માનવતાનું કામ કર્યાનો આત્મસંતોષ પણ થશે. આ તાલીમ પામેલા બહેનો દરેક બુથમાં જઇને બહેનોનો સંપર્ક સાધશે અને યોજનાની વિગતો યોજનાનું અમલીકરણ અને સાચા અર્થમાં લાભાર્થી સુધી આ યોજનાઓ પહોચે એ માટે આ અભિયાન લાંબા સમય સુધી ચાલનારું અભિયાન છે.  આ સંપૂર્ણ માનવીય અભિગમ છે. રાજનિતીથી ઉપર ઉઠીને કરવા જેવું લોકસેવાનું કાર્ય છે. સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતનુ સંઘટન ઉર્જાવાન અને વેગવંતુ બન્યું છે. લોકસેવાના કાર્યોમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડનારું બન્યું છે. નરેન્દ્ર મોદી પણ એક નવી ઉર્જાના સંચાર સાથે આ લોકસેવાના કાર્યક્રમમાં સિંહફાળો આપશે.

વડનગર ના વતની અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વિદેશમાં જેના રણ ટંકાર ગુંજતા હોય તે નગર ની હિરલબેન પરેશભાઈ દેશાઇ નુ હિર પણ ઝડળી કી  ઉઠે તો જ વડનગર નું ગૌરવ ગણાય - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ
0/Post a Comment/Comments

Stay Conneted

Domain