રાપર નગરપાલિકા દ્વારા ટ્રાફિક ને નડતરરૂપ દબાણ દુર કર્યા અને પ્લાસ્ટિક કબજે કર્યા

 રાપર નગરપાલિકા દ્વારા ટ્રાફિક ને નડતરરૂપ દબાણ દુર કર્યા અને પ્લાસ્ટિક કબજે કર્યા

આજે રાપર નગરપાલિકા ના સ્ટાફ દ્વારા નગરપાલિકા ના વહિવટદાર અને તાલુકા મામલતદાર કે આર ચૌધરી ની સુચના થી રાપર નગરપાલિકા ના ઈન્ચાર્જ ચીફ ઓફિસર નવઘણભાઈ કડ ના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકા કચેરી ની જુદી જુદી શાખા ના કર્મચારીઓ અનુક્રમે  દિનેશ ભાઇ સોલંકી ધર્મેન્દ્રસિંહ જાડેજા શંકરભાઈ ઝાલા રમેશ ભાઈ ઝાલા રવિભાઈ વાઘેલા વિગેરે એ એસ.ટી ડેપો થી માલી ચોક સુધી ની મુખ્ય બજારમાં દબાણ કરતા રેકડી ધારકો તથા નડતરરૂપ છજા અને સમગ્ બજારને નડતરરૂપ ઢાંકવા મા આવેલા પડદાઓ દુર કર્યા હતા તો 155 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું 

નગરપાલિકા દ્વારા આજ થી નડતરરૂપ છજા રેકડી તથા બજારમાં નડતરરૂપ પડદાંઓ કે જે સમગ્ર બજારમાં આવેલ સીસીટીવી કેમેરા ઢાંકી દે છે તે દુર કરી ખુલ્લા કરવામાં આવ્યા હતા તો એસટી ડેપો થી માલી ચોક ભુતિયા કોઠા સલારી નાકા સહિત ના વિસ્તારમાં દુકાનદારો તગડાં ભાડા વસુલી દુકાન આગળ ટ્રાફિક ને નડતરરૂપ લારી ગોઠવી દે છે તે દુર કરવા માટે નગરપાલિકા દ્વારા પગલાં લેવા જોઈએ આવી લારીઓ ના લીધે 108 કે ઈમરજન્સી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો બજારમાં જઈ શકતા નથી પોલીસ ના વાહનો બજાર મા થઈ પોલીસ મથકે જવા ની જગ્યાએ બાયપાસ કોર્ટે રોડ થઈ જાય છે તો અન્ય સામાન્ય લોકો ને કેવી હાડમારી ભોગવવી પડતી હશે રાપર શહેરમાં નગરપાલિકા પોલીસ મામલતદાર કચેરી તથા આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે 

રાપર શહેરમાં હજારો કિલો દરરોજ ફેરીયાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક સુરત વાપી વલસાડ અમદાવાદ થી લાવી શાકભાજીના ફેરીયાઓ દુકાનો પર વેચાણ કરી રહ્યા છે જો આવા ફેરીયાઓ અને જથ્થાબંધ વેચાણ કરતા પ્લાસ્ટિક ના વેપારીઓ સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે રાપર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ બજારમાં છાંયડા ની લહાય મા પડદાં બાંધતાં દુકાનદારો અને લારીવાળાઓ એ કેમેરામાં અને વાયરીંગ મા નુકશાન કર્યું હોય તેવી શક્યતા છે એટલે આગામી દિવસોમાં વહિવટદાર અને ચીફ ઓફિસર તથા નગરપાલિકા સ્ટાફ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain