રાપર તાલુકા ના થોરીયારી સહિત દશ ગામો નો માર્ગ ભંગાર હાલતમાં

 રાપર તાલુકા ના થોરીયારી સહિત દશ ગામો નો માર્ગ ભંગાર હાલતમાં

વાગડ વિસ્તારના રાપર તાલુકા ના રણકાંઠાના આવેલા હાઇવે પટ્ટી પર થી અંદર ના ભાગે આવેલા દશ ગામો ની બાર હજાર થી વધુ વસ્તી ને કચ્છ જિલ્લા પંચાયત હસ્તક નો 26 કિલોમીટર નો માર્ગ ભંગાર હાલતમાં હોવાથી લોકો ને આરોગ્ય માટે તથા અન્ય પ્રસંગે હાલાકી ભોગવવી પડે છે આ અંગે લોકોના જણાવ્યા અનુસાર રાપર તાલુકાના થોરીયારી ફુલપરા ભીમદેવકા માણાબા કુંભારીયા પેથાપર પ્રતાપગઢ નવા જુના મેવાસા રામપર વાંઢ સહિત અગિયાર ગામો અને આઠ વાઢ સહિત ના ગામો ને જોડતો આ માર્ગ 2001 મા બન્યો હતો જિલ્લા પંચાયત ના બાંધકામ વિભાગ મા અવારનવાર રજુઆતો કરવા છતાં કોઇ પણ જાતના આ માર્ગ ને બનાવવા ની કામગીરી હાથ ધરવામાં આવતી નથી ચોમાસામાં આ રોડ પર થી પસાર થવું દુષ્કર બની જાય છે 


આ રોડ ના લીધે બિમારી સમયે કે સગર્ભા મહિલાઓ ને સારવાર માટે 108 ને ચલાવવા ની ભારે પડે છે છવીસ કિલોમીટર ના માર્ગ પર આવેલ પુલીયા નદી નો કોઝવે તથા ડામર ઉખડી ગયો છે જે તે વખતે બનેલા આ રોડ મા નામ પુરતા ડામર નું કામ કરવા મા આવ્યું હોય તેવું જોવા મળે છે જિલ્લા પંચાયત ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તથા રાપર જિલ્લા પંચાયત બાંધકામ કચેરી ભચાઉ નાયબ કાર્યપાલક ઈજનેર ની કચેરી મા અવાર નવાર રજુઆતો કરવા મા આવી છે ત્યારે માત્ર નામ પૂરતી રીતે પુલીયા અને રોડ પર થાગડ થીગડ કરી મસ મોટા બીલો બનાવી ખાયકી થઈ જાય છે ભુકંપ ના વર્ષમાં બનેલા આ રોડ નું રિપેરીંગ કામ અનેક વખત કરવા મા આવ્યું છે જેમાં થી આ રોડ નવો બનાવી શકાય એટલી ગ્રાંટ કદાચ વાપરી હશે. જો આગામી દિવસોમાં આ રોડ નું કામ હાથ નહિ ધરવામાં આવે તો ગામ લોકો આંદોલન કરે તે દિવસો દુર નથી તાત્કાલિક અસરથી આ રોડ ને નવો બનાવવા માટે માંગણી ઉઠી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain