રાપર એસ.ટી ડેપો સામે આવેલા શોપિંગ સેન્ટર ના ગેરકાયદેસર છાપરા ટ્રાફિક સમસ્યા નોતરે છે
રાપર કચ્છ જિલ્લામાં વરસ 2001 મા ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં કચ્છ ના અંજાર ભચાઉ રાપર ભુજ મા ભારે તબાહી સર્જી હતી ત્યારે તત્કાલીન રાજય સરકાર દ્વારા જે તે શહેર મુજબ એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર ના ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે રાડા ની રચના થઈ પરંતુ રાડા કચેરી દ્વારા ભુકંપ બાદ આજ સુધી રાપર શહેર મા કાંઈ વિકાસ નથી કર્યો માત્ર શહેરીજનો પર નવા બાંધકામ માટે ફી વસૂલ કરવા સિવાય કોઈ વિકાસ નથી કર્યો રાપર ડેવલપમેન્ટ ઓથોરિટી રાજકીય નેતાઓ ના ઈશારે કામ કરતા રાપર શહેરમાં નવો કોઇ ડેવલપમેન્ટ ના બન્યું
ભુજ અંજાર ભચાઉ જે રીતે રીંગરોડ અને અધતન શોપિંગ સેન્ટર બન્યા એજ રીતે રાપર ને બનાવવા નુ આયોજન હતું પરંતુ રાપર ઓથોરિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન ના અધિકારીઓ જે તે સમયે રાજકીય નેતાઓ ના ઈશારે કામ કરતા આજે રાપર શહેર મા ટ્રાફિક સમસ્યા ઉભી થઈ છે મુખ્ય બજાર દેના બેંક ચોક થી માલી ચોક ભુતિયા કોઠારોડ સલારી નાકા સોની બજાર ભુતિયા કોઠા થી માંડવી ચોક સુધી કોઈ પણ પ્રકારની કપાત ના કરવા મા આવી જો કોઈ કપાત થઈ હોય તો તે માંડવી ચોક થી આથમણા નાકા અને બહાર ના વિસ્તારોમાં મુખ્ય બજારો મા સમસ્યા હજુ ઉભી છે ઝોન પાંચ મા આવતા વાગડ ફોલ્ટ લાઈન પર અવારનવાર ભુકંપ ના ઝટકા આવી રહ્યા છે
રાપર શહેર ની સાંકડી બજાર રાજકીય ઈશારે જે તે સમયે કપાઇ નથી એટલે એમ્બ્યુલન્સ કે ફોર વ્હીલર વાહનો માટે આવન જાવન મુશ્કેલી ઉભી કરી રહ્યા છે ત્યારે જો રાપર શહેરમાં ટ્રાફિક જામ ની સમસ્યા સૌથી વધુ હોય તો તે રાજકીય નેતા નુ બનાવવા મા આવેલ એસ.ટી શોપિંગ સેન્ટર ના સાત આઠ ફુટ ના છાપરા આ છાપરા બનાવવા મા આવેલ હોવાથી બસ સ્ટેશન પાસે ટ્રાફિક જામ ની સમસ્યા ઉભી થઈ છે માર્ગ મકાન વિભાગ કે નેશનલ હાઈવે નો પસાર થતો ચિત્રોડ ધોરાવીરા રોડ પર આ છાપરા એ દબાણ કર્યું છે તો નિયમ ને ઘોળીને પી જનાર એસ.ટી શોપિંગ સેન્ટર બનાવનારા એ શોપિંગ સેન્ટર પાસે પાર્કિંગ ની વ્યવસ્થા કરવાની હોય છે
તેની જગ્યાએ તમામ દુકાનો ની બહાર સાત આઠ ફુટ ના છાપરા અને ચાર ફૂટ નું અન્ય પાર્કિંગ એટલે ગેરકાયદેસર રીતે આ શોપિંગ સેન્ટર દ્વારા દશ બાર ફુટ ની જમીન પર દબાણ કરી ટ્રાફિક જામ કરી રહ્યા છે ખાણીપીણીની દુકાનો આ શોપિંગ સેન્ટર મા આવેલ છે એટલે નાસ્તો કરવા આવતા લોકો વાહનો ને રોડ પર વચોવચ પાર્કિંગ કરી દે છે ત્યારે ટ્રાફિક ની રામાયણ સર્જાય છે રાપર શહેરમાં અને મુખ્ય માર્ગો પર છાપરાઓ ની ભરમાર જોવા મળે છે જે ટ્રાફિક ને નડતર રૂપ છે ત્યારે રાપર ના ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા શહેર મા ઉદભવેલ ટ્રાફિક સમસ્યા ને હલ કરવા માટે શાકભાજી ના ફેરીયાઓ અને લારીઓ ને શાકભાજી માર્કેટમાં ખસેડી રહયા છે ત્યારે રાપર એસ.ટી શોપિંગ સેન્ટર ના ગેરકાયદેસર ના છાપરા દુર કરાવે તેવી માંગ ઉઠી છે જો આ છાપરાઓ દુર કરવા મા આવે તો એસટી ડેપો પાસે તથા એસ.ટી રોડ થી સલારી નાકા ત્રંબો ચોકડી ની ટ્રાફિક સમસ્યા આપોઆપ દૂર થઈ જશે નગરપાલિકા ના વહીવટી અધિકારી દ્વારા શહેર મા જે રીતે શાકભાજીના વેપારીઓ અને લારીઓ ને ખસેડવા માટે કામગીરી હાથ ધરી છે એ રીતે રાપર એસ.ટી શોપિંગ સેન્ટર ના ગેરકાયદેસરનાં છાપરા દુર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે તથા રાજ્ય ના માર્ગ અને મકાન વિભાગ ના માર્ગ પર આ શોપિંગ સેન્ટર દ્વારા છાપરા રુપી દબાણ કર્યું છે તે દુર કરવા માટે માંગણી ઉઠી છે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ છાપરાઓ દુર કરી માર્ગ ખુલ્લો કરશે કે કેમ તે અંગે ચર્ચા જાગી છે અગાઉ પણ આ છાપરાઓ દુર કરવા મા આવ્યા હતા પરંતુ જે તે સમયે રાજકીય ચંચુપાત ના લીધે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને પાછા છાપરારુપી દબાણ થઈ ગયું હતું
Post a Comment