વિધાનસભાની ચુંટણી બાદ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ નવા એક્શન મોડમાં.

 વિધાનસભાની ચુંટણી બાદ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ નવા એક્શન મોડમાં. 

ગાંધીધામ વિધાનસભા યુવા કોંગ્રેસની કારોબારી મીટીંગ રોટરી ભવન ખાતે યોજાઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ફરી હતાશા છોડીને નવા એક્શન મોડમાં આવી છે. ગાંધીધામ વિધાનસભા યુવક ની કારોબારી મીટીંગનું આયોજન યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને રોટરી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. 

જેમાં મોટી સંખ્યામાં તાલુકા શહેર યુવક કોંગ્રેસનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતું  કે હાલનો સમય સંઘર્ષનો છે. દેશ-રાજ્ય સામે અનેક સળગતા પ્રાણ પ્રશ્નોનો છે. જો યુવાનો સંઘર્ષની લડાઈ લડવા માટે આગળ  નહી આવે તો દેશ રાજ્ય પર અનૈતિક તાકાત હાવી થઇ જશે અને તેમ ગરીબ માણસોનો શોષણ થશે,આપણા સૌનું દાયિત્વ બને છે કે ગરીબો વંચિતો શોષિત અને વિદ્યાર્થીઓને  થતા અન્યાય સામે ઝનુનપૂર્વક લડાઈ  લડવામાં માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. દેશ- દુનિયામાં  યુવાનોએ અવાજ ઉઠાવી છે  ત્યારે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. 

તેઓ વધુમાં માં આવનારી લોકસભા ની ચૂંટણી અંગે યુવા કોંગ્રેસના હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું. દેશમાં હાલ બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે અને સામાન્ય  માણસને જીવવું ખૂબ  અઘરું બની રહ્યું છે તે એવા સમય યુથ કોંગ્રેસ લોકો પ્રાણા પ્રશ્નો ઉઠાવવશે તેવી વાત કરી હતી. યુથ કોંગ્રેસનો  નવો એક્શન પ્લાન  ઘડવામાંમાં આવ્યો હતો. જેમાં યુવા કોંગ્રેસના માળખાનાને તાલુકા સ્તરે અને વોર્ડ સ્તરે લઈને જવા માટે પૂરતું માર્ગદર્શન પ્રદેશ આઈ. વાય. સી’ એપ દ્વારા યુવા કોંગ્રેસનાં કાર્યનું  રિપોટિંગ કરવાનું રહેશે પ્રદેશ કમિટી જિલ્લા કમિટી અને વિધાનસભા કમિટી દર મહીને મિટિંગનું આયોજન કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. 

યુવાનોના પ્રાણ પ્રશ્નોને ઉઠાવવા આવશે. યુથ જોડો-બુથ જોડો અને હાથ સે હાથ- જોડો કાર્યક્રમમાં યુવા કોંગ્રસની ભૂમિકા વિશે માહિતી અપાઈ હતી. આવનાર સમયમાં યુથ કોંગ્રેસની ભૂમિકા અંગે માહિતી અપાઈ અને આભાર વિધી ગાંધીધામ વિધાનસભા યુવક કોંગ્રેસ ના પ્રમુખ નિતેષ લાલન દ્વારા કરવામા આવી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ  ઉપેન્દ્રસિંહ જાડેજાઆદિત્ય ઝુલા નરેન્દ્રસિંહ વાઘેલા ગાંધીધામ વિધાનસભા યુવક કોંગ્રેસ ના પ્રમુખ નિતેષ લાલન એ. સી સેલ ના પ્રમુખ ભરતભાઈ સોલંકી હરીસિંહ જાડેજા હાકુભા જાડેજા કાસમભાઈ ત્રાયા દિપક વૈદ અમિત ચાવડા જગદીશ ગઢવી રમેશ પ્રજાપતિ મનિષ ચાવડા સાલેમોહમ્મદ ચેલા બાબુ આહિર સિકંદર પઠાણ પ્રશાંત દનિચા મુકેશ મહેશ્વરી જયેશ થારુ ઈશાક કોરેજા વિશાલ ઘેડા સંજય  શર્મા  નવિન અબચુગ  મેહુલ માતંગ  ખુશાલ સુરા યસ સાહોતે  લતિફ ખલિફા પ્રતિક સિઘાલા ભાવીન દનિચા  ઈકબાલ મિયાણા વિશ્વાસ ગરવા  સહિત શહેર અને તાલુકા યુવા કોંગ્રેસનાં પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા0/Post a Comment/Comments

Stay Conneted

Domain