રાપર તાલુકા ના ખીરઈ બાદરગઢ પલાંસવા મા જોરદાર વરસાદ ના ઝાપટાં

 રાપર તાલુકા ના ખીરઈ બાદરગઢ પલાંસવા મા જોરદાર વરસાદ ના ઝાપટાં

રાપર આજે બપોર બાદ રાપર તાલુકા ના બાદરગઢ ખીરઈ પલાંસવા સહિત ના ગામો મા ગાજવીજ સાથે જોરદાર વરસાદ ના ઝાપટાં વરસ્યા હતા જેના લીધે માર્ગ પર થી પાણી વહી નિકળ્યા હતા ભર ઉનાળામાં વરસાદની મોસમ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે સતત છેલ્લા એક સપ્તાહથી વાગડ વિસ્તારમાં વરસાદ ના ઝાપટાં વરસી રહ્યાં છે.

બાદરગઢ જલારામ મંદિર અને ખીરઈ મધ્યે સતત અડધો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અંદાજે અડધા થી પોણો ઈંચ જેટલો વરસાદ થયા નું બાદરગઢ જલારામ મંદિર થી દિનેશ ભાઇ ચંદે એ જણાવ્યું હતું

0/Post a Comment/Comments

Stay Conneted

Domain